Bigg Boss OTT 3 માંથી એક નહીં પણ બે કન્ટેસ્ટન્ટ થયા ઘરથી બેઘર, નામ જાણી તમને પણ લાગશેં ઝટકો
'બિગ બોસ OTT 3'માંથી આ વખતે એક નહીં પણ બે કન્ટે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. હવે ગ્રાન્ડ ફિનાલેમાંથી શોમાં માત્ર 7 સ્પર્ધકો બાકી છે. છેલ્લા એપિસોડમાં અનિલ કપૂર તેની ભત્રીજી જ્હાન્વી કપૂર સાથે શોને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો.
‘બિગ બોસ ઓટીટી 3’નો ગ્રાન્ડ ફિનાલે 2 ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહ્યો છે, જે પહેલા બે સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે. અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ રિયાલિટી શોમાં દરેક વચ્ચે જોરદાર સ્પર્ધા છે. શિવાની કુમારીને છેલ્લી વીકએન્ડ કા વાર એપિસોડમાં ફિનિશ લાઇનની રેસને કારણે બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી. શિવાનીની હકાલપટ્ટી પછી, સ્પર્ધકોને જોરદાર આંચકો લાગ્યો જ્યારે બિગ બોસે અન્ય સ્પર્ધકને શોમાંથી બહાર કરવાની જાહેરાત કરી. આ વખતે લવકેશ કટારિયાનો મિત્ર વિશાલ પાંડે શોમાંથી બહાર થઈ ગયો છે.
શિવાની કુમારી પછી આ સ્પર્ધક શોમાંથી બહાર
કન્ટેન્ટ સર્જક વિશાલ પાંડેના એલિમિનેશનના સમાચાર આ અઠવાડિયાની શરૂઆતમાં લીક થયા હતા, પરંતુ બધા બિગ બોસના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. વાસ્તવમાં, કંઈક એવું બન્યું કે Jio સિનેમાની ટીમે ભૂલથી વિશાલની ક્રિએટિવને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી, જેના પછી મેકર્સને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો અને લોકોના ગુસ્સાને શાંત કરવા માટે, તેમણે વિશાલની પોસ્ટ હટાવવી પડી હતી. પણ તેમ છત્તા હવે વિશાલને બહારનો રસ્તો બતાવ્યો છે.
View this post on Instagram
વિશાલ પાંડેના મિત્રો રડતા જોવા મળ્યા હતા.
વિશાલ શોના શ્રેષ્ઠ સ્પર્ધકોમાંથી એક રહ્યો છે. તેની સાથે સૌથી મોટો વિવાદ ત્યારે થયો જ્યારે તેની પત્ની કૃતિકા મલિક વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેને અરમાન મલિકે થપ્પડ મારી દીધી હતી. આખી સીઝન દરમિયાન વિશાલ અને અરમાન વચ્ચે ઉગ્ર ઝઘડા અને દલીલો થતી રહી છે. આ વખતે તે વધારે પડતું હતું. આ અઠવાડિયે એક ટાસ્ક દરમિયાન બંને વચ્ચે મારામારી થઈ હતી. ઘરના લવકેશ કટારિયા સાથે વિશાલની મિત્રતા પણ એવી હતી કે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર યુઝરનું ધ્યાન ખેંચી ચુકી છે. વિશાલ પાંડે, લવકેશ કટારિયા અને શિવાની કુમારીનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણેય એકબીજાને ગળે લગાવીને રડતા જોવા મળે છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે વિશાલ અને શિવાની ઘરની બહાર જઈ રહ્યા હતા.