Amitabh Bachchanની ફિલ્મ માટે બુક કરવામાં આવ્યો આખો સ્ટુડિયો, કારણ છે ચોંકાવનારું

કોરોનાની મહામારી વચ્ચે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના શૂટિંગ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

Amitabh Bachchanની ફિલ્મ માટે બુક કરવામાં આવ્યો આખો સ્ટુડિયો, કારણ છે ચોંકાવનારું
અમિતાભ બચ્ચન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 05, 2021 | 12:49 PM

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં ખરાબ સ્થિતિ હોય તો તે મહારાષ્ટ્ર્ની છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના શૂટિંગ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ગુડ બાય’ નું શૂટિંગ મુંબઈના ચંદીવલી સ્ટુડિયોમાં શરૂ કરવામાં આવ્યું છે. સેટ પર કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મેકર્સેએ આખો સ્ટુડિયો બુક કરાવી લીધો છે. એટલે કે, હાલ ચાંદિવલી સ્ટુડિયોમાં ગુડબાય ફિલ્મ સિવાય કોઈ ફિલ્મનું શુટિંગ નહીં થાય.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહી છે. અમિતાભ બચ્ચન પહેલીવાર એકતાના પ્રોડક્શનમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ કરી રહ્યા છે, જ્યારે દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના મહિલા લીડ રોલમાં છે. અમિતાભ બચ્ચને રવિવારે 4 એપ્રિલના રોજ ગુડબાયનું શૂટિંગ શરૂ કર્યું હતું અને ચાંદિવલી સ્ટુડિયોમાં તેની ફિલ્મ્સના શૂટિંગનો પોતાનો અનુભવ એક બ્લોગ દ્વારા શેર કર્યો હતો.

બિગ બીએ કહ્યું કે શૂટિંગ માટે ઘણી સાવચેતી લેવામાં આવી રહી છે. શૂટિંગના સ્થળની આસપાસ 3-4 વાર સેનિટાઇઝ કરવામાં આવે છે. આ એકલા પ્રોજેક્ટ માટે આખો સ્ટુડિયો બુક કરવામાં આવ્યો છે. જો કે, ઘણી જગ્યાઓ ખાલી રહે છે જેની જરૂરત શૂટિંગ માટે નથી, પરંતુ આવું કરવામાં પાછળનું કારણ એ છે કે કોરોના વાયરસથી બચી શકાય. તે જોવાનું પણ યાદગાર છે, કારણ કે એક સમય એવો હતો કે અહીં એક સાથે 10 ફિલ્મોનું શૂટિંગ ચાલતું હતું.

ચાંદિવલી સ્ટુડિયો મુંબઈના અંધેરી વેસ્ટમાં ઓપન સ્પેસ સ્ટુડિયો છે. આ સ્ટુડિયોમાં મોટાભાગના ટીવી સિરીયલો શૂટ કરવામાં આવે છે. આ સ્ટુડિયોમાં અમિતાભની ફિલ્મોના ઘણા આઇકોનિક સીન શૂટ પણ કરવામાં આવ્યા છે. તે યાદોમાં ગરકાવ થતાં બિગ બીએ લખ્યું કે આ સ્ટુડિયોનો દેખાવ આજે પણ બદલાયો નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઇતિહાસમાં એક પણ એવી ફિલ્મ નથી કે જેનું શૂટિંગ આ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું ન હોય.

સાત હિન્દુસ્તાનીથી લઈને આજ દિવસ સુધી મારી કોઈને કોઈ ફિલ્મના કેટલાક સીન અહીં શૂટ કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં હોય કે વિશ્વનું કોઇ પણ લોકેશન જો ડિરેક્ટરને તે દ્રશ્ય પસંદ ના હોય તો સહાયક ડિરેક્ટર આવીને કહે છે કે, આ શૂટને ચાંદિવલી સ્ટુડિયોમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરે 9 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મને હાલ રિલીઝ કરવામાં નહીં આવે.રૂમી જાફરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે. જ્યારે રિયા ચક્રવર્તી, ક્રિસ્ટલ ડિસોઝા, અન્નુ કપૂર, ધૃતીમન ચેટર્જી, રઘુબીર યાદવ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">