સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની કર્ણાટકમાંથી ધરપકડ, 5 કરોડની ખંડણી માગી હતી

આ સમયે સલમાન ખાનની સુરક્ષા એક મોટો મુદ્દો છે. સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં જ તેની પાસેથી એક મેસેજ દ્વારા 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હવે પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની કર્ણાટકમાંથી ધરપકડ, 5 કરોડની ખંડણી માગી હતી
The accused who threatened Salman Khan was arrested from Karnataka
Follow Us:
| Updated on: Nov 07, 2024 | 11:11 AM

છેલ્લા કેટલાક મહિનાઓથી સલમાન ખાનને એક પછી એક ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ધમકીઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ક્યારેક મેસેજ દ્વારા તો ક્યારેક મેલ દ્વારા સલમાનને મારી નાખવાની ધમકીઓ સતત આવી રહી છે. હવે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની મુંબઈ પોલીસે કર્ણાટકમાંથી ધરપકડ કરી છે.

હાલમાં જ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાન મંદિરમાં જઈને માફી માંગે, સાથે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મેસેજ મળ્યા બાદ પોલીસે તુરંત જ આરોપીની શોધ શરૂ કરી હતી. સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની કર્ણાટકના હાવેરીમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ બિકારામ જલારામ બિશ્નોઈ છે.

આરોપી રાજસ્થાનના જાલોરનો રહેવાસી

આરોપી બિકારામ જલારામ બિશ્નોઈ રાજસ્થાનના જાલોર જિલ્લાનો વતની છે. મુંબઈ પોલીસ આરોપીને કર્ણાટકથી મુંબઈ લાવી રહી છે. મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજના આધારે મુંબઈના વર્લી પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મેસેજ કર્ણાટકથી મોકલવામાં આવ્યો હતો, જેના પછી મુંબઈ પોલીસની ટીમ કર્ણાટક પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી.

Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
ટુવાલમાંથી શરીરનો ગંદો મેલ નથી નીકળતો ? આ ટિપ્સ કરો ફોલો
Cracking Fingers : શું આંગળીઓ ફોડવાથી કોઈ નુકસાન થાય છે? જાણો હકીકત

આ સમયે સલમાન ખાનની સુરક્ષા એક મોટો મુદ્દો છે. સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં જ તેની પાસેથી એક મેસેજ દ્વારા 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હવે પોલીસે ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈના ભાઈ તરીકે આપી

ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. ધમકી આપનારની માંગણી હતી કે સલમાન કાં તો તેના મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયાની ખંડણી આપે. ધમકીમાં એ પણ સામેલ હતું કે જો સલમાન ખાન તેની વાત નહીં માને તો તેને મારી નાખવામાં આવશે. આરોપી બિકારમ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો અને હાવેરીના ગૌદર વિસ્તારમાં અન્ય મજૂરો સાથે રૂમમાં રહેતો હતો. બિકારમના ઠેકાણા વિશે માહિતી મળ્યા બાદ, મુંબઈ પોલીસે હાવેરી પોલીસને જાણ કરી, ત્યારબાદ તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.

g clip-path="url(#clip0_868_265)">