300 બાળકોમાંથી સિલેક્ટ થયો આ ગુજરાતી કલાકાર, ‘અટલ’નો રોલ પ્લે કરતો જોવા મળશે વ્યોમ ઠક્કર

|

Nov 05, 2023 | 7:03 PM

બાળ કલાકાર વ્યોમ ઠક્કર સીરિયલ 'અટલ'માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણનું પાત્ર ભજવી રહ્યો છે. મુંબઈના ઉપનગર મુલુંડના રહેવાસી વ્યોમ ઠક્કરનો આ પહેલો ટીવી શો છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા આઠ વર્ષના વ્યોમ ઠક્કર મૂળ ગુજરાતના કચ્છનો છે, પણ તેનો જન્મ મુલુંડમાં થયો હતો.

300 બાળકોમાંથી સિલેક્ટ થયો આ ગુજરાતી કલાકાર, અટલનો રોલ પ્લે કરતો જોવા મળશે વ્યોમ ઠક્કર
Vyom Thakkar

Follow us on

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મ ‘મૈં અટલ હૂં’ની રિલીઝ પહેલા જ નાના પડદા માટે સિરિયલ ‘અટલ’નું નિર્માણ શરૂ થઈ ગયું છે. અટલ બિહારી વાજપેયીના બાળપણના અજાણ્યા પાસાઓ આ સીરિયલમાં બતાવવામાં આવશે. ગયા મહિને જ્યારે એન્ડ ટીવીએ તેના શો ‘અટલ’નો પ્રોમો રિલીઝ કર્યો, ત્યારે ફેન્સ તે જાણવા માટે એક્સાઈટેડ હતા કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણના રોલમાં કોણ જોવા મળશે. હાલમાં તેનો ખુલાસો થયો છે.

નવા પ્રોમોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારીના બાળપણની ભૂમિકા ભજવનાર કલાકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. પરંતુ સિરિયલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સિરિયલ ‘અટલ’માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના બાળપણના રોલ માટે જે કલાકારની પસંદગી કરવામાં આવી છે, તેને 300 બાળ કલાકારોના ઓડિશન બાદ પસંદ કરવામાં આવ્યો છે. આ બાળ કલાકારનો મોટો ભાઈ પણ એક્ટિંગ સાથે જોડાયેલો છે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

ગુજરાતના કચ્છનો છે વ્યોમ ઠક્કર

મળતી જાણકારી મુજબ બાળ કલાકાર વ્યોમ ઠક્કર સીરિયલ ‘અટલ’માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણનું પાત્ર ભજવી રહ્યો છે. મુંબઈના ઉપનગર મુલુંડના રહેવાસી વ્યોમ ઠક્કરનો આ પહેલો ટીવી શો છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા આઠ વર્ષના વ્યોમ ઠક્કર મૂળ ગુજરાતના કચ્છનો છે, પણ તેનો જન્મ મુલુંડમાં થયો હતો. વ્યોમ ઠક્કરને એક્ટર બનવાની પ્રેરણા તેમના મોટા ભાઈ હર્ષ ઠક્કરને જોઈને મળી. હર્ષ ઠક્કરે ‘બાલિકા બધુ’ અને ‘થપકી તેરે પ્યાર કી’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

વ્યોમ ઠક્કરે વ્યક્ત કરી ખુશી

સીરિયલ ‘અટલ’માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણની ભૂમિકા ભજવવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા વ્યોમ ઠક્કરે કહ્યું કે, ‘આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના બાળપણની ભૂમિકા ભજવીને હું ખૂબ જ ખુશ છું. અત્યાર સુધી મેં તેમના વિશે ફક્ત ઈતિહાસના પુસ્તકોમાં વાંચ્યું હતું અને મારા માતાપિતા પાસેથી સાંભળ્યું હતું, પરંતુ મેં ક્યારેય સપનું ન હતું જોયું કે એક દિવસ હું ટેલિવિઝન શોમાં તેમના બાળપણનું પાત્ર ભજવીશ.

સીરીયલ ‘અટલ’માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનના તે મહત્વપૂર્ણ વર્ષો બતાવવામાં આવશે, જેણે તેમને ભારતના સૌથી અગ્રણી વડાપ્રધાન બનાવ્યા હતા. ભારતમાં બ્રિટિશ શાસનની પૃષ્ઠભૂમિ પર આધારિત શોમાં અટલ બિહારી વાજપેયીના બાળપણની સ્ટોરી બતાવવામાં આવશે અને એક નેતા તરીકે તેમના ભવિષ્યને આકાર આપનાર ઘટનાઓ, માન્યતાઓ અને પડકારોને પ્રકાશિત કરશે. આ સિરિયલનું ટેલિકાસ્ટ 5 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: તાપસી પન્નુથી લઈને વિકી કૌશલ સુધી, જાણો ‘ડંકી’ કાસ્ટની ફી, શાહરૂખ ખાનને મળ્યા આટલા કરોડ રૂપિયા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:52 pm, Sun, 5 November 23

Next Article