‘કોઈ કામ નાનું નથી…’ સવારે રસ્તા પર દૂધ વેચતો જોવા મળ્યો સુનીલ ગ્રોવર

TV9 GUJARATI

|

Updated on: Jan 08, 2023 | 7:17 PM

એક સમયે 'ધ કપિલ શર્મા શો'ની કાસ્ટમાં સામેલ કોમેડિયનની એક તસવીર સામે આવી છે, જેમાં તે દૂધ વેચતો જોવા મળે છે. સુનીલ ગ્રોવરની (Sunil Grover) આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

'કોઈ કામ નાનું નથી...' સવારે રસ્તા પર દૂધ વેચતો જોવા મળ્યો સુનીલ ગ્રોવર
Sunil Grover
Image Credit source: Instagram
Follow us

The Kapil Sharma Show Sunil Grover: વર્ષ 2016માં ‘ધ કપિલ શર્મા શો‘ શરૂ થયા બાદ દરેક ઘરમાં ખૂબ જ પોપ્યુલર થઈ ગયો છે. આ શોની સાથે તેમાં કામ કરતા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આવા જ એક કલાકાર છે સુનીલ ગ્રોવર, જે અત્યારે આ શોનો ભાગ ભલે ન હોય, પરંતુ પહેલી સિઝનમાં તેને પોતાની શાનદાર કોમેડીથી લોકોને ખૂબ જ હસાવ્યા અને તેમના દિલમાં ખૂબ જ ખાસ જગ્યા બનાવી.

વર્ષ 2017 પછી સુનીલ ગ્રોવર ભલે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા ન મળે, પરંતુ તે દર્શકોને હસાવવાનો કોઈ મોકો છોડતો નથી. સુનીલ ગ્રોવર અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણા ફની વીડિયો અને તસવીરો શેયર કરે છે, જેના પર ફેન્સના ખૂબ જ ફની રિએક્શન મળે છે. હાલમાં સુનીલ ગ્રોવરે એક તસવીર શેયર કરી છે જેમાં તે દૂધ વેચતો જોવા મળી રહ્યો છે.

દૂધ વેચતો જોવા મળ્યો સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં સુનીલ ગ્રોવર જેકેટ અને વિન્ટર કેપ પહેરીને દૂધવાળાની બાઈક પર બેઠેલો જોવા મળે છે. બાઈકની બંને બાજુ દૂધના મોટા મોટા કેન લટકેલા જોવા મળે છે. આ તસવીર જોઈને લાગે છે કે સુનીલ દૂધ વેચવા નીકળ્યો છે. તેને આ ફોટોને ફની કેપ્શન પણ આપ્યું છે. તેમણે ધૂમ મચાલેની અંદાજમાં લખ્યું, “દૂધ મચાલે.”

અહીં જુઓ ફેન્સના રિએક્શન

સુનીલ ગ્રોવરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના ફેન્સને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ સેક્શનમાં ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, “ભાઈ, ધૂમ મચાવી લીધી હોય તો બાઈક પાછી આપો દો આગળ દૂધ સપ્લાય પણ કરવા જવાનું છે.” અન્ય યુઝરે લખ્યું કે, ભાઈ તમે લિટર દૂધ આપો છો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “સર, કોઈ કામ નાનું નથી, તમે વેચો, અમે ખરીદી લઈશું.”

સુનીલ ગ્રોવરની આ તસવીર પર આવી અનેક કોમેન્ટ જોવા મળી રહી છે. એક યુઝરે ‘ધ કપિલ શર્મા શો’ની સ્ટાઈલમાં લખ્યું, “DGDW: ડોક્ટર ગુલાટી દૂધ વાલે.”

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati