Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી પર પરત ફરશે રામ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ‘રામાયણ’

રામાનંદ સાગરની 'રામાયણ'ને હંમેશા દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે ફરી એકવાર તે ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. આ સમાચારની ઓફિશિયલ જાહેરાત થતાં જ દર્શકોમાં ઉત્સુકતા ઘણી વધી ગઈ છે.

ટીવી પર પરત ફરશે રામ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો 'રામાયણ'
Ramayan
Follow Us:
Nancy Nayak
| Edited By: | Updated on: Feb 11, 2024 | 1:42 PM

રામાનંદ સાગરનો ટીવી શો ‘રામાયણ’ જ્યારે 1987માં ટીવી પર પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે ભગવાન શ્રી રામ સ્વયં દરેક ઘરમાં આવ્યા હોય. આ શો જોવા માટે દર્શકો ચપ્પલ ઉતારીને માથું ઢાંકીને ટીવી સામે હાથ જોડીને બેસી જતા હતા. આ પછી પણ ભારતીય ટેલિવિઝન પર ઘણી વખત રામાયણને રજૂ કરવામાં આવી હતી, પરંતુ અન્ય કોઈ શો તેટલો પ્રેમ મેળવી શક્યો ન હતો. કદાચ રામાનંદ સાગર અને શોની ટીમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વર્ષો પછી પણ લોકો તેને આટલો પ્રેમ કરશે. આ પ્રેમનું પરિણામ છે કે હવે ફરી એકવાર આ ‘રામાયણ’ ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે.

દૂરદર્શને કરી જાહેરાત

‘રામાયણ’ દૂરદર્શન ચેનલ પર રજૂ થવા જઈ રહી છે. ઓફિશિયલ રીતે આ જાણકારી આપતા ટીવી ચેનલે તેના સોશિયલ મીડિયા પેજ પર આની જાહેરાત કરી છે.

જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
Vastu Tips: આ જગ્યા પર ચોખા પર કપૂર નાખીને પ્રગટાવો, લક્ષ્મીજી થશે પ્રસન્ન

દૂરદર્શને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શોના પોસ્ટરની સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘ધર્મ, પ્રેમ અને સમર્પણની અદ્વિતિય ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, તેને ટૂંક સમયમાં જુઓ. ડીડી નેશનલ પર.’હાલમાં તેના ટેલિકાસ્ટની ડેટ જાહેર કરવામાં આવી નથી.

આજે પણ મળે છે કલાકારોને પ્રેમ

રામાનંદ સાગરની ‘રામાયણ’માં અરુણ ગોવિલે ભગવાન શ્રી રામનો રોલ કર્યો હતો, દીપિકા ચિખલિયાએ માતા સીતાનો રોલ કર્યો હતો, સુનિલ લહેરીએ લક્ષ્મણનો રોલ કર્યો હતો અને દારા સિંહે હનુમાનનો રોલ કર્યો હતો. દરેક ઘરમાં દર્શકોએ તેમને એટલો પ્રેમ આપ્યો કે આજે પણ લોકો આ કલાકારોને રામાયણના પાત્રોના નામથી જ ઓળખે છે. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની ઈમેજ આજ સુધી શ્રી રામ અને માતા સીતાની છે. આ પૌરાણિક શોની વાતો આજે પણ ઘણીવાર સાંભળવા મળે છે.

દર્શકો માટે ભેટ છે આ શો

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આવામાં આખો દેશ આ સમયે ઘણો ખુશ જોવા મળી રહ્યો છે. આ સમયમાં રામાનંદ સાગરની ‘રામાયણ’નું ટેલિકાસ્ટ દર્શકો માટે કોઈ ભેટથી ઓછું નથી. આ જ કારણ છે કે આ શો માટે દર્શકોમાં જોરદાર ઉત્સુકતા છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર નહીં, બોની કપૂરની કંપની બનાવશે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી, જીતી બિડ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">