અક્ષય કુમાર નહીં, બોની કપૂરની કંપની બનાવશે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી, જીતી બિડ

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બોલિવુડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર ફિલ્મ સિટી બનાવવા જઈ રહ્યા છે. પરંતુ આ મામલે એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. બોલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરે ફિલ્મ સિટી માટે બિડ જીતી લીધી છે. તેઓ ભૂટાની ગ્રુપ સાથે મળીને યુપીમાં ફિલ્મ સિટી બનાવશે.

અક્ષય કુમાર નહીં, બોની કપૂરની કંપની બનાવશે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી, જીતી બિડ
Noida Film City - Boney Kapoor - Akshay Kumar
Follow Us:
| Updated on: Jan 30, 2024 | 11:27 PM

થોડા કેટલાક સમયથી નોઈડામાં ફિલ્મ સિટી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. આને લઈને થોડા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમારની કંપની ફિલ્મ સિટી બનાવશે. અક્ષય કુમાર સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ આ માટે બોલી લગાવી હતી. જેમાં બોની કપૂરનું નામ પણ સામેલ હતું. પરંતુ છેલ્લી ગેમ બોની કપૂર અને અન્ય કંપનીએ સંયુક્ત રીતે જીતી છે. હવે બોની કપૂર નોઈડાની ફિલ્મ સિટી તૈયાર કરશે.

ઉત્તર પ્રદેશ સરકાર હેઠળની યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંગળવારે આ પ્રોજેક્ટ માટે બિડ મૂકવામાં આવી હતી. જેમાં બોની કપૂરની સાથે રિયલ એસ્ટેટ કંપની ભૂટાની ગ્રુપે બિડ જીતી હતી. બોનીએ ફિલ્મ સિટી માટે સૌથી વધુ બોલી લગાવી અને પ્રોજેક્ટ જીતી લીધો છે.

હજુ ફાઈનલ અપ્રુવલ બાકી

તમને જણાવી દઈએ કે બોની કપૂરે બિડ જીતી લીધી છે પરંતુ તેમને હજુ સુધી યુપી સરકાર તરફથી મંજૂરી મળી નથી. ફાઈનલ અપ્રુવલ માટે રાહ જોવી પડી શકે છે. બોની કપૂર સાથે સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (ટી-સિરીઝ), સુપરસોનિક ટેક્નોબિલ્ડ પ્રાઈવેટ લિમિટેડ (અક્ષય કુમાર, મોદક ફિલ્મ્સ) અને 4 લાયન્સ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પણ બોલી લગાવવામાં આવી હતી.

કોઈપણ ટેન્શન વગર હોમ લોન થઈ જશે પૂરી, ફોલો કરો આ 5 ટિપ્સ
દાડમના ઝાડને આ સરળ ટીપ્સથી ઘરે જ કૂંડામાં ઉગાડો
Knowledge : છીંક આવ્યા પછી લોકો 'Sorry' અને 'God Bless You' કેમ બોલે છે?
આજનું રાશિફળ તારીખ 13-04-2024
અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યા અભિષેકનો ડાન્સ વીડિયો થયો વાયરલ
IPL 2024: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને દોઢ વર્ષ સુધી મળી સજા, ભોગવવી પડી યાતના

તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. ફિલ્મ સિટીની વાત કરીએ તો તે 1000 એકર જમીન પર બની રહી છે. જ્યારે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેનો વિસ્તાર 230 એકર રાખવામાં આવ્યો હતો, જે બાદમાં વધારીને 1000 એકર કરવામાં આવ્યો હતો. લોકેશનની વાત કરીએ તો તેને યમુના એક્સપ્રેસ વે પાસે બનાવવામાં આવશે. કોરોનાના સમયગાળા દરમિયાન ફિલ્મ સિટી બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા. બોલિવુડના ઘણા કલાકારોએ તેને સપોર્ટ કર્યો હતો. આમાંથી એક નામ રાજુ શ્રીવાસ્તવનું હતું પરંતુ તે હવે આ દુનિયામાં નથી.

આ પણ વાંચો: બિગ બોસ 17 પછી આ ફિલ્મમાં જોવા મળશે અંકિતા લોખંડે, જાણો ફિલ્મ અને તેના કેરેક્ટર સાથે જોડાયેલી ડિટેલ્સ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">