પહેલા પ્રહાર અને પછી ‘શક્તિમાન’ની પીછેહટ, રણવીર સિંહનો વીડિયો મુકેશ ખન્નાએ સોશ્યલ મીડિયા પરથી કેમ હટાવ્યો?

એક્ટર મુકેશ ખન્ના ટીવી શો શક્તિમાનથી દરેક ઘરમાં જાણીતા છે. આ સુપરહીરોનો શો ખતમ થયાને ઘણા વર્ષો વીતી ગયા છે, પરંતુ લોકો આજે પણ તેને શક્તિમાન કહીને બોલાવે છે. છેલ્લા કેટલાક સમયથી શક્તિમાન પર ફિલ્મ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે રણવીર સિંહ તેમાં શક્તિમાનનો રોલ કરશે. પરંતુ મુકેશ ખન્નાને આ પસંદ નહોતું. તેણે રણવીર પર ખૂબ નિશાન સાધ્યું હતું. જો કે હવે તેણે પોતાની પોસ્ટ અને વીડિયો ડિલીટ કરી દીધો છે.

પહેલા પ્રહાર અને પછી 'શક્તિમાન'ની પીછેહટ, રણવીર સિંહનો વીડિયો મુકેશ ખન્નાએ સોશ્યલ મીડિયા પરથી કેમ હટાવ્યો?
Ranveer Singh and Mukesh Khanna
Follow Us:
| Updated on: Mar 19, 2024 | 11:05 AM

છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે, બોલિવૂડમાં પ્રખ્યાત ટીવી શો શક્તિમાન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ઘણા રિપોર્ટમમાં એવું કહેવામાં આવ્યું છે કે રણવીર સિંહ આ ફિલ્મમાં શક્તિમાનનો રોલ કરશે. જો કે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી.

આ દરમિયાન શક્તિમાનને લઈને ચાલી રહેલા અહેવાલોને ટાંકીને ટીવીના શક્તિમાન એટલે કે મુકેશ ખન્નાએ એક વીડિયો બનાવીને રણવીર સિંહ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. પરંતુ હવે મુકેશ ખન્નાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને યુટ્યુબ વીડિયો હટાવી દીધો છે.

રણવીર સિંહ બનશે શક્તિમાન?

ન તો યુટ્યુબ પર કે ન તો ઇન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો, જેમાં તેણે રણવીર સિંહ પર પ્રહારો કર્યા હતા તે ક્યાંય દેખાતા નથી. મુકેશ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર શક્તિમાનને લઈને ચાલી રહેલા સમાચારો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું હતું કે, સોશિયલ મીડિયા મહિનાઓથી અફવાઓથી ભરેલું છે કે રણવીર સિંહ શક્તિમાન બનશે. તેણે દાવો કર્યો હતો કે આ સમાચારોથી દરેક નારાજ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

શક્તિમાન રણવીર સિંહ પર ગુસ્સે હતો

મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “હું ચૂપ રહ્યો. પરંતુ જ્યારે ચેનલે પણ રણવીર સિંહને સાઈન કર્યા હોવાની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. તેથી મારે મોઢું ખોલવું પડ્યું. અને મેં કહ્યું કે આવી ઇમેજ ધરાવતો વ્યક્તિ ગમે તેટલો મોટો સ્ટાર હોય, તે શક્તિમાન બની શકતો નથી.

મુકેશ ખન્નાએ અન્ય લોકોને પણ

મુકેશ ખન્નાએ પોતાના યુટ્યુબ વીડિયોમાં રણવીર પર પ્રહારો કર્યા હતા. રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો ઉલ્લેખ કરીને તેણે તેના પર નિશાન સાધ્યું અને કહ્યું કે જો તેને આ બધું ગમતું હોય તો તેણે કોઈ બીજા દેશમાં જવું જોઈએ. આ સિવાય મુકેશ ખન્નાએ એવા લોકો પર પણ નિશાન સાધ્યું જેઓ રણવીરના ફોટોશૂટને સપોર્ટ કરતા હતા.

ફિલ્મ પર શું અપડેટ છે

શક્તિમાનને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ આવ્યું નથી. શક્તિમાન પર ફિલ્મ બની રહી છે કે નહીં તે અંગે હાલ તો કંઈ કહી શકાય નહીં, પરંતુ હા, એ વાત ચોક્કસ છે કે રણવીર સિંહ મિનલ મુરલી ડિરેક્ટર બાસિલ જોસેફ સાથે સુપરહીરો ફિલ્મ બનાવી રહ્યો છે. બોલિવૂડ હંગામાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે બાસિલે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. આ એક્શન કરતાં વધુ ઈમોશનલ ફિલ્મ હશે. જો કે આ ફિલ્મમાં રણવીર સુપરહીરો હશે, જે ઉડશે પણ.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">