કલર્સ ટીવીના ફેમસ રિયાલિટી શો બિગ બોસ સિઝન 16ની ફિનાલે રવિવારે પૂરી થઈ ગઈ છે. ગ્રાન્ડ ફિનાલેના બે દિવસ પછી પણ શો ચર્ચામાં રહ્યો છે. આ એપિસોડમાં શોના વિજેતા એમસી સ્ટેને પણ લોકપ્રિયતાના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. રવિવારે ફિનાલે દરમિયાન, એમસી સ્ટેને બિગ બોસ સીઝન 16 ની ટ્રોફી જીતી લીધી છે. શો જીત્યા પછી, સ્ટેને શોના હોસ્ટ સલમાન ખાન સાથે ટ્રોફીનો ફોટો પણ શેર કર્યો છે.
આ ટોફી સાથે કેપ્શનમાં સ્ટેને લખ્યું છે કે, અમે ઈતિહાસ રચ્યો છે. અમે અંત સુધી સાચા રહ્યા. અમ્મીનું સપનું સાકાર થયું. ટ્રોફી આવી ગઈ. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ ફોટોએ ઘણા સેલેબ્સના રેકોર્ડ તોડી નાખ્યા છે.
તમને જણાવી દઈએ કે, એમસી સ્ટેનની આ પોસ્ટ પર તેના ચાહકોએ 69,52,351 લાઈક્સ અને 1,47,545 કોમેન્ટ્સ કરી છે. આ પહેલા બિગ બોસ જીતનાર કોઈપણ સ્પર્ધકને સોશિયલ મીડિયા પર આટલી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી નથી. આવી સ્થિતિમાં એમસી સ્ટેને બિગ બોસ 15ના વિજેતા તેજસ્વી પ્રકાશ અને બિગ બોસ 14ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને પાછળ છોડી દીધા છે.
આટલું જ નહીં એક તરફ એમસી સ્ટેનની પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તો સાથે જ સ્ટેનનના ચાહકો તેની સરખામણી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે પણ કરી રહ્યા છે. સ્ટેનના ફેન્સ વિરાટની પોસ્ટનો સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે. જેમાં વિરાટને સ્ટેન કરતા ખૂબ જ ઓછી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે.
વિરાટ કોહલીની ગણતરી સોશિયલ મીડિયાની ફેવરિટ સેલિબ્રિટીઓમાં થાય છે. આવી સ્થિતિમાં, એમસી સ્ટેન માટે બિગ બોસ ટ્રોફી જીતવા કરતાં વિરાટની ફેન ફોલોઈંગને પાછળ છોડી દેવી વધુ મહત્વની છે.
જો કે, બિગ બોસ સીઝન 16 જીત્યા બાદ કેટલાક લોકોએ સ્ટેન પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ઘણા લોકો સ્ટેનને ટ્રોફીનો હકદાર માનતા નથી. કેટલાક લોકોએ ટ્વિટર પર સ્ટેનને ટેગ કર્યો છે અને તેને અયોગ્ય વિજેતા ગણાવ્યો છે. પરંતુ એમસી સ્ટેનની ફેન ફોલોઈંગે આ તમામ અપવાદોનો અંત લાવી દીધો છે.