પોપટલાલ જ નહીં, ‘તારક મહેતા’માં 18 વર્ષથી કામ કરી રહેલો અભિનેતા પણ કુંવારો છે
Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટ લાલ સિવય વધુ એક પાત્ર એવું છે. જેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. આ પાત્ર છેલ્લા 18 વર્ષથી પોયુલર શોનો ભાગ છે.

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ,બબીતા જી,આત્મારામ ભિંડે, અય્યર સહિત અને પાત્રો છે. દરેક પાત્ર ચાહકો ખુબ પસંદ કરે છે. આ શોમાં પોપટલાલના નામનું એક પાત્ર પત્રકાર પોપટલાલનું છે. અનેક વખત શોમાં પોપટલાલના લગ્નની સ્ટોરી દેખાડવામાં આવી છે પરંતુ દરેક વખતે તેના લગ્ન થતાં નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છેલ્લા 18 વર્ષથી ટીવી પર ચાલી રહી છે. આ 18 વર્ષમાં કેટલીક વખત સ્ટોરી પોપટલાલના લગ્નને લઈ બતાવવામાં આવી છે. માત્ર પોપટલાલ જ નહી આ શોમાં વધુ એક પાત્ર છે. જેના અત્યારસુધી લગ્ન થયા નથી. આ પાત્ર શરુઆતથી જ આ સીરિયલનો ભાગ છે. આ પાત્રનું નામ અબ્દુલ છે. જેની ગોકુલધામ સોસાયટીની બહાર દુકાન છે.
શરદ સાંકલા નિભાવે છે અબ્દુલનો રોલ
અબ્દુલે અત્યારસુધી લગ્ન કર્યા નથી. પોપટલાલ લગ્નની લઈ સ્ટોરી દેખાડવામાં આવે છે પરંતુ અબ્દુલના લગ્નને લઈ એપિસોડ આવ્યો નથી. શોમાં ક્યારે પણ અબ્દુલના લગ્નનો ઉલ્લેખ થયો નથી. અબ્દુલનું પાત્ર અભિનેતા શરદ સાંકલ નિભાવે છે. આ રોલમાં લોકો ખુબ પસંદ કરે છે. વર્ષ 2008માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ છે. અત્યારસુધી આ શોના 4700 એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચુક્યા છે. શરદ સાંકલા શરુઆતથી જ આ શોનો ભાગ છે. તેમજ લોકોનું મનોરંજન કરે છે.
View this post on Instagram
આ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અભિનેતા
શરદ સાંકલા એક મોટો અભિનેતા છે. તેમણે વર્ષ 1983માં બંગાળી ફિલ્મ દુર્દેશથી પોતાના કરિયર શરુ કર્યું હતુ. જેમાં તેમણે ચાર્લી ચેપલિનનું પાત્ર નિભાવ્યું હતુ. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. બાદશાહ, મેલા,બેવફા સનમ, કિસ કિસ કો પ્યાર કરું,સહિત અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, શરદ આજે પોતાનું રિયલ નામ નહી પરંતુ તારક મહેતાના અબ્દુલના નામથી વધારે ફેમસ છે.
