AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ, CM ઓફિસથી RSS કચેરી સુધી ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, વિવિધ સરકારી અને મહત્વપૂર્ણ સંસ્થાઓને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે, જેમાં બોમ્બ બ્લાસ્ટ કરીને સ્થળોને ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ અને તપાસ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે.

Breaking News: અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ, CM ઓફિસથી RSS કચેરી સુધી ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
| Updated on: Jun 10, 2026 | 12:18 PM
Share

અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, વિવિધ સરકારી અને મહત્વપૂર્ણ સંસ્થાઓને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે, જેમાં બોમ્બ બ્લાસ્ટ કરીને સ્થળોને ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ અને તપાસ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે.

RSS કાર્યાલયને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટની ધમકી

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય (CM Office)ને બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટની ધમકી આપતો ઈમેઈલ મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરીને બપોરે 3:11 વાગ્યે સમાન પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઉપરાંત RSS કાર્યાલયને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Watch Video…………..

ધમકીભર્યા ઈમેઈલ મળ્યા બાદ તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓ ઈમેઈલનો સ્ત્રોત શોધવા માટે સાયબર ક્રાઈમ વિભાગની મદદ લઈ રહી છે.

મોટાભાગના કેસોમાં ધમકીઓ ખોટી સાબિત થઈ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રથમ વખત નથી જ્યારે આવી ધમકીઓ મળી હોય. 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અનેક સરકારી કચેરીઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓને બ્લાસ્ટ સંબંધિત ઈમેઈલ મળ્યા હતા. તે સમયગાળા દરમિયાન પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી, પરંતુ મોટાભાગના કેસોમાં ધમકીઓ ખોટી સાબિત થઈ હતી.

તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી

હાલમાં મળેલા ઈમેઈલને ગંભીરતાથી લેવામાં આવ્યા છે અને દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ સમગ્ર ઘટનાએ અમદાવાદ અને ગાંધીનગરમાં ચિંતા વધારી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જનતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Rajkot Breaking News : 21 મી સદીમાં પણ મહિલા સાથે અત્યાચાર, પતિનું મૃત્યું થતા પત્નીનું બળજબરીથી કરાવાયુ મુંડન, જુઓ Video

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
g clip-path="url(#clip0_868_265)">