AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : 21 મી સદીમાં પણ મહિલા સાથે અત્યાચાર, પતિનું મૃત્યું થતા પત્નીનું બળજબરીથી કરાવાયુ મુંડન, જુઓ Video

રાજકોટ શેહરમાંથી 21મી સદીમાં મહિલા પર અત્યાચારની શરમજનક ઘટના સામે આવી છે. પતિના કેન્સરથી અવસાન બાદ પત્નીને મુંડન કરાવવા મજબૂર કરાઈ હતી. અમાનવીય પરંપરા થોપતા સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

Rajkot Breaking News :  21 મી સદીમાં પણ મહિલા સાથે અત્યાચાર, પતિનું મૃત્યું થતા પત્નીનું બળજબરીથી કરાવાયુ મુંડન, જુઓ Video
Image Credit source: AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2026 | 12:37 PM
Share

રાજકોટ જિલ્લામાં મહિલાઓના અધિકારો અને માનવ ગૌરવને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિના કેન્સરના કારણે અવસાન થયા બાદ એક મહિલાને બળજબરીપૂર્વક મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત મહિલાએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

હજુ પણ કેટલાક એવા પરિવારો છે જેઓ અંધશ્રદ્ધા વચ્ચે જીવી રહ્યા છે.રાજકોટમાં 21મી સદીમાં મહિલા પર અત્યાચારની શરમજનક ઘટના સામે આવી છે. પતિના કેન્સરથી અવસાન બાદ પત્નીને મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હતી. તો કેન્સર પીડિત પતિની સારવાર ન કરાવી ભુવા પાસે લઈ જવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે સાસુ અને નણંદે દબાણ કરતાં મહિલાએ મુંડન કરાવવું પડ્યુ હતુ.પતિના મોતના ત્રીજા દિવસે જ બળજબરીપૂર્વક કૃત્ય કરાવાયું હતુ. અમાનવીય પરંપરા થોપતા સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી છે.

સાસુ અને નણંદે મારું મુંડન કરાવ્યું

રાજકોટમાં પતિના મૃત્યુના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું હતુ, ધારાસભ્ય ડો.દર્શિતા શાહે સમગ્ર મામલે કહ્યું આ ઘટના ખુબ જ નિંદનીય છે. મહિલાઓએ આવી કોઈ અંધશ્રદ્ધામાં સાથ આપવો નહી. સરકાર પણ આવી અંધશ્રદ્ધા જેવી ઘટના સામે કડક કાર્યવાહી કરી રહી છે.આ સમગ્ર મામલે પીડિત મહિલાએ કહ્યું કે, અંદાજે 7 મહિના પહેલા પતિનું મૃત્યું થયું હતુ. સુવાળાની વીધી દરમિયાન સાસુ અને નણંદે મારું મુંડન કરાવ્યું હતુ. આ બધુ બળજબરી પૂર્વક થયું હતુ. ક્યારેય આવું કોઈને સાથે બનવું જોઈએ નહી, અંધશ્રદ્ધા ક્યારેય ફેલાવવી જોઈએ નહી.

શું છે સમગ્ર મામલો?

21મી સદીમાં મહિલા સાથે અત્યાચાર થયાની ઘટના સાંભળી તમે પણ ચોંકી જશો.પતિના અવસાન બાદ પત્નિને મુંડન કરાવવા મજબૂર કરી.તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના અંદાજે 7 મહિના પહેલા બની હતી. મહિલાના પતિનું 1 જાન્યુઆરી 2025માં અવસાન થયું હતુ. પતિને કેન્સર હોવાથી તેનું મોત થયું હતું.પતિને કેન્સર હોવાથી ભુવા લઇ જતા હતા. પતિના અવસાનના ત્રીજા દિવસે સાસુ અને નણંદે દબાણ કરી મહિલાનું મુંડન કરાવ્યું હતુ.આ સમગ્ર મામલે હાલ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

( With input Mohit Bhatt)

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">