AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Lock Upp 2માં આકાંક્ષાએ છૂટાછેડાનું કારણ જણાવ્યું, જાણો

આકાંક્ષા ચમોલાએ લોકઅપ 2માં ગૌરવ ખન્ના સાથે છુટાછેડા લેવાનું કારણ જણાવ્યું છે. તેમણે આ વિશે ચોખ્ખા શબ્દોમાં વાત કરી છે. તેમજ અલગ થવાનું કારણ જણાવ્યું છે.

Breaking News : Lock Upp 2માં આકાંક્ષાએ છૂટાછેડાનું કારણ જણાવ્યું, જાણો
Image Credit source: AI
| Updated on: Jun 30, 2026 | 9:44 AM
Share

આકાંક્ષા ચમોલાએ લોકઅપ સીઝન 2ની પ્રીમિયર દરમિયાન જણાવ્યું કે, ગૌરવ ખન્ના સાથે છુટાછેડા લઈ રહી છે. આ વાતને અનેક લોકોને ચોંકાવી દીધા છે. કારણ કે, તેમણે પહેલી વખત પોતાની પર્સનલ લાઈફ વિશે આ જાણકારી શેર કરી હતી. ત્રીજા એપિસોડમાં આકાંક્ષાએ તેના સાથે રહેલા સ્પર્ધક શ્રેયા કાલરા અને સૂફી મોતીવાલાની સાથે આ વાત શેર કરી હતી કે, તે છુટાછેડા કેમ લઈ રહી છે.

આકાંક્ષાએ કહ્યું જ્યારે અમારા લગ્ન થયા તો મારામાં માતૃત્વની ભાવના ન હતી. પંરતુ આને જાણવા માટે હંમેશા તૈયાર હતી. મે ક્યારેય આ ભાવનાને દબાવી નથી. ધીમે-ધીમે મને અહેસાસ થયો કે,હું આના માટે બની નથી. મને આ વાતથી કોઈ આપત્તિ ન હતી પરંતુ મને લાગે છે કે, સમયની સાથે આ વિચાર બદલાયા.

આકાંક્ષા ચમોલા બાળકના કારણે લઈ રહી છે છૂટાછેડા

ત્યારબાદ આકાંક્ષાએ કહ્યું કે બાળકને દત્તક લેવા માંગે છે પરંતુ બાળકને જન્મ આપવા માંગતી નથી.ગૌરવે આ મામલે અત્યારસુધી કોઈ ટિપ્પણી કરી નથી. તે ખતરો કે ખેલાડી 15માં ભાગ લઈ રહ્યો છે.

કોણ છે આકાંક્ષા ચમોલા?

આકાંક્ષા ચમોલા સંતોષી મા, યે હૈ આશિકી, ક્રાઈમ પેટ્રોલ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. તેમણે ગૌરવ ખન્નાને થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 2016માં લગ્ન કર્યા હતા. તે એક ઓડિશન દરમિયાન ગૌરવ ખન્નાને મળી હતી. ગૌરવ ખન્ના અને આકાંક્ષાએ 2016માં કાનપુરમાં લગ્ન કર્યા હતા.બિગ બોસ દરમિયાન ગૌરવ એક સમયે ભાવુક થયો હતો. જ્યારે તેના પર પોતાની પત્નીના બાળક ન કરવાનો નિર્ણય વિશે વાત કરવાનું સિમ્પૈથી કાર્ડ રમવાનો આરોપ લાગ્યો હતો. આ ફિનાલે વીક પહેલા દિવસે થયું હતુ. એક રિપોર્ટરે ગૌરવને આ વિશે સવાલ કર્યો હતો.

ગૌરવે કહ્યું હતું કે તે તેની પત્ની માટે બલિદાન આપી દેશે. ભાવનાત્મક રીતે, ગૌરવે તેની પત્નીના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે જ્યારે તે બાળકોને પ્રેમ કરે છે અને લગ્ન પછી પિતા બનવા માંગે છે, ત્યારે બહુ ઓછા પુરુષો તેમની પત્નીઓને એટલો પ્રેમ કરે છે કે તેઓ પોતાની ઇચ્છાઓનું બલિદાન આપી શકે. તેમણે વધુમાં કહ્યું કે આ તેમના માટે ખૂબ જ સંવેદનશીલ બાબત છે, અને તેમની પત્ની જે પણ નિર્ણય લેશે, તે હંમેશા તેનો આદર કરશે અને તેની સાથે રહેશે.

Gaurav Akanksha Love Story : આકાંક્ષા અને ગૌરવ ખન્ના વચ્ચે 9 વર્ષનું અંતર, જાણો કેવી રીતે શરુ થઈ હતી Love Story અહી ક્લિક કરો

Follow Us
લોકો હોડીઓ લઈને ગામમાં ખરીદી કરવા મજબુર બન્યા, જુઓ Video
લોકો હોડીઓ લઈને ગામમાં ખરીદી કરવા મજબુર બન્યા, જુઓ Video
રાજ્યમાં સિઝનનો સરેરાશ 54 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 54 ટકા વરસાદ
હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, બારીમાંથી બહાર આવ્યા, જુઓ Video
હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, બારીમાંથી બહાર આવ્યા, જુઓ Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
g clip-path="url(#clip0_868_265)">