AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 57 વર્ષની ઉંમરે, ‘ખીચડી’ના અભિનેતાએ ફરીથી લગ્ન કર્યા, જુઓ વીડિયો

ટેલિવિઝનની દુનિયાના દિગ્ગજ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક જેડી મજેઠીયાએ પોતાની લાઈફમાં એક એવી સ્ટોરી લખી છે. જે ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. ખીચડી અભિનેતાએ કોમેડી શોમાં હિંમાશુંનું પાત્ર ભજવી ઘરે ઘરે ફેમસ થયા હતા. તેમણે 57 વર્ષે ફરી લગ્ન કર્યા છે. જુઓ વીડિયો

Breaking News  : 57 વર્ષની ઉંમરે, 'ખીચડી'ના અભિનેતાએ ફરીથી લગ્ન કર્યા, જુઓ વીડિયો
| Updated on: Apr 07, 2026 | 10:46 AM
Share

ખીચડીના અભિનેતા જેડી મજેઠીયાએ 57 વર્ષની ઉંમરે લગ્ન કરતા ચર્ચામાં આવ્યા છે. અભિનેતાએ 29 વર્ષ પછી હિન્દુ રીતિ-રીવાજ મજુબ લગ્ન કર્યા છે. પહેલા લગ્ન તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.”ખીચડી” જેવા કલ્ટ કોમેડી શોમાં “હિમાંશુ” ની ભૂમિકા માટે જાણીતા જેડી મજેઠિયાએ 57 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમણે તેમની પત્ની નીપા મજેઠિયા સાથે ફરીથી લગ્ન કર્યા છે. 30 વર્ષના લગ્નજીવન પછી, આ દંપતીએ આખરે ત્રણ દાયકા પહેલા અધૂરું રહેલું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.

30 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન

જેઠી મજેઠિયા અને નિપાની લવ સ્ટોરી 30 વર્ષ જુની છે. 11 માર્ચના રોજ બંન્ને લગ્ન કર્યા હતા. તે સમયે જેડી મજેઠિયા પોતાના કરિયરના શરુઆતમાં સંધર્ષ અને થિયેટરમાં કામ કરી રહ્યા હતા. કોર્ટમાં લગ્ન કર્યા બાદ બંન્ને આર્શીર્વાદ લેવા માટે મથુરા પહોંચ્યા હતા. ત્યાંથી 3 દિવસની અંદર તેમને અમેરિકા જવાનું હતુ. કામની વ્યસ્તતા અને સમયની ઉણપના કારણે તે ક્યારેય પારંપારિક રીતિ-રિવાજ સાથે બેન્ડ વાજા સાથે લગ્ન કરી શક્યો નહી. નિપાના મનમાં હંમેશા એ વાત હતી કે, તેના લગ્ન વિધિથી થયા નથી. જેનું સ્વપ્ન જેડી મજેઠિયાએ હવે પૂર્ણ કર્યું છે.

View this post on Instagram

A post shared by Jd Majethia (@jd_majethia)

દીકરીઓએ વેડિંગ પ્લાન કર્યા

આ અનોખા લગ્નમાં સૌથી મોટું આયોજન કરનાર જેડી અને નિપાની દીકરી કેસર અને મિશ્રી હતી. પોતાના લગ્નની 30મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે બંન્ને દીકરીઓએ આ જવાબદારી નિભાવી હતી. તેમજ તેના માતા-પિતા માટે એક શાનદાર બેચલર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જે 30 વર્ષ પહેલા અધુરું રહ્યું હતુ. દીકરીઓ પોતાના માતા-પિતા પ્રત્યેનો પ્રમ અને સમર્પણ આ સમારોહને ભાવુક કર્યો હતો.

જેડી મજીઠિયાનું આ પગલું સમાજને એક સુંદર સંદેશ આપે છે. સંબંધોને તાજા રાખવા માટે ખાસ પ્રસંગોની રાહ જોવાને બદલે, વ્યક્તિએ તે પ્રસંગોને ખાસ બનાવવા જોઈએ. જેડીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે,, તેમણે આ નિર્ણય તેમની પત્નીની લાંબા સમયથી ચાલતી ઇચ્છા પૂરી કરવા માટે લીધો છે.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">