AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈ ફિલ્મ સિટીમાં અચાનક લાગી ‘ભયાનક આગ’, માંડ માંડ બચ્યા ‘ધોની’ અને ‘બાદશાહ’

મુંબઈના ગોરેગાંવ સ્થિત પ્રસિદ્ધ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મ સિટી)માં સ્થિત પ્રાઈમ ફોકસ સ્ટુડિયોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત થયો ત્યારે ત્યાં 'MTV હસલ'ના ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગ માટે રેપર બાદશાહ અને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત અનેક મોટી હસ્તીઓ હાજર હતી.

Breaking News: મુંબઈ ફિલ્મ સિટીમાં અચાનક લાગી 'ભયાનક આગ', માંડ માંડ બચ્યા 'ધોની' અને 'બાદશાહ'
| Updated on: Oct 05, 2026 | 7:00 PM
Share

મુંબઈના ગોરેગાંવ સ્થિત દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (Film City)થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ સિટી પરિસરની અંદર આવેલા પ્રાઇમ ફોકસ સ્ટુડિયોના એક ભાગમાં અચાનક ભીષણ આગ લાગી છે.

સેટ્સ પરથી બહાર કાઢવામાં આવ્યા

ધ્યાન દોરવા જેવું એ છે કે, જે સમયે આ આગ ભડકી તે દરમિયાન ત્યાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ જગતની ઘણી દિગ્ગજ હસ્તીઓનું શૂટિંગ ચાલુ રહ્યું હતું. આગની લપટો (જ્વાળાઓ) અને આકાશને આંબતો કાળો ધુમાડો જોતા જ આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ત્યારબાદ સેટ્સ પરથી તરત જ લોકોને બહાર કાઢવામાં આવ્યા.

TV9 Digital ને મળેલી માહિતી મુજબ, આગ જે જગ્યાએ લાગી; તેની બરાબર પાસે જ દેશના સૌથી મોટા રેપ રિયાલિટી શો ‘MTV હસલ’ના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

શોના મુખ્ય ચહેરા અને રેપ આઇકોન બાદશાહ પણ ફિનાલે શૂટ માટે સેટ પર પહોંચી ચૂક્યા હતા. તેમની સાથે જ શોના જ્યુરી અને સ્કવોડ બોસ રફ્તાર, ઇક્કા, ડીનો જેબ્સ, ડી એમસી, ઇપીઆર અને રાગાની ટીમ તેમજ ફાઇનલિસ્ટ્સ પણ ફિનાલેની તૈયારીઓમાં લાગેલા હતા. અચાનક આગ ભડકવાથી ત્યાં હાજર ક્રૂ અને કલાકારોમાં અફરાતફરી મચી ગઈ.

‘ધોની’ પણ ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યો હતો

એટલું જ નહીં, આ સેટની બાજુમાં જ શો ‘પતિ પત્ની ઓર પંગા’નો સેટ લાગેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે, થોડે દૂર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાના એક એડ કમર્શિયલનું શૂટિંગ કરી રહ્યા હતા. આગનો ધુમાડો અને જોખમ વધતું જોઈને આસપાસના તમામ સેટ્સ પર શૂટિંગ તરત જ રોકી દેવામાં આવ્યું તેમજ સુરક્ષા ઘેરો બનાવી દેવાયો.

ફાયર બ્રિગેડની 4 થી 5 ગાડી ‘ઘટનાસ્થળે’

અકસ્માતના સમાચાર મળતા જ મુંબઈ ફાયર બ્રિગેડની આશરે 4 થી 5 ગાડીઓ સાયરન વગાડતી ઘટનાસ્થળે પહોંચી અને ઝડપથી આગ હોલવવાના કામમાં લાગી ગઈ. સ્ટુડિયોના સુરક્ષાકર્મીઓ અને ટેકનિકલ ટીમે ભેગા મળીને તત્પરતા દર્શાવી અને સેટ્સને તરત જ ખાલી કરાવ્યા.

રાહતની સૌથી મોટી વાત એ રહી કે, આ ભયાનક અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ (Casualty) થઈ નથી. બાદશાહ, એમએસ ધોની સહિત તમામ સેલેબ્સ, કન્ટેસ્ટન્ટ્સ અને સેંકડો ક્રૂ મેમ્બર્સ પૂરી રીતે સુરક્ષિત છે.

જો કે, આગની લપેટમાં આવવાથી સેટ અને શૂટિંગ સાથે જોડાયેલા મોંઘા ઉપકરણોને નુકસાન પહોંચવાની આશંકા છે. ફાયર બ્રિગેડ વિભાગ આગ પર પૂરી રીતે કાબૂ મેળવ્યા બાદ તેના કારણોની (સંભવિત શોર્ટ સર્કિટ) વિસ્તૃત તપાસ કરશે.

Breaking News : હું 20 વર્ષની ઉંમરથી ટેક્સ ભરી રહી છું, રકુલ પ્રીત સિંહે IT દરોડાના અહેવાલોને ફગાવી દીધા

Follow Us
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">