Shah Rukh Khan ની પુત્રી સુહાના ખાનને થઈ ચિંતા, કોરોના વાયરસના વધતા જતા કેસો પર લખી આ પોસ્ટ

સુહાના ન્યૂયોર્કમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના અપડેટ્સ શેર કરે છે. સુહાનાએ ઇન્સ્ટા સ્ટોરીમાં એક ગ્રાફિક્સ શેર કર્યા છે, જેમાં માર્ચ 2020 થી એપ્રિલ 2021 સુધીના ભારતમાં કોવિડ -19 કેસની સંખ્યા દર્શાવવામાં આવી છે.

Shah Rukh Khan ની પુત્રી સુહાના ખાનને થઈ ચિંતા, કોરોના વાયરસના વધતા જતા કેસો પર લખી આ પોસ્ટ
Suhana Khan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 23, 2021 | 11:49 AM

દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોથી હાહાકાર મચી ગયો છે. કોઈ પણ હોસ્પિટલમાં બેડ નથી તો એકસીજનની પણ અછત છે. હર દિવસની સાથે કોરોના વાયરસનું વિક્રાળ રુપ સામે આવી રહ્યું છે. એવામાં શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને કોવિડ -19 વાયરસના રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કરીને લોકોને સલામત રહેવાની અપીલ કરી છે.

સુહાના ન્યૂયોર્કમાં રહીને ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરી રહી છે અને ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના અપડેટ્સ શેર કરે છે. સુહાનાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ગ્રાફિક્સ શેર કર્યા છે, જેમાં માર્ચ 2020 થી એપ્રિલ 2021 સુધીના ભારતમાં કોવિડ -19 કેસની સંખ્યા દર્શાવવામાં આવી છે. આ સાથે તેમણે લખ્યું – સલામત રહો. અહીં બુધવારે સુહાનાની માતા ગૌરી ખાન અને ભાઈ આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. માનવામાં આવે છે કે બંને સુહાના પાસે ન્યૂયોર્ક જવા રવાના થયા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સુહાનાએ તાજેતરમાં તેમના ન્યૂયોર્ક સ્થિત ઘરની ઝલક સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને બતાવી હતી. કોરોના વાયરસના ફાટી નીકળવાની અસર પણ ફિલ્મ ઉદ્યોગ પર પડી છે. મુંબઈમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. વાયરસને રોકવા માટે શૂટિંગ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, ઘણી સેલિબ્રિટીઝ કોરોના વાયરસનો ભોગ બની છે.

સુહાનાની બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા ઘણીવાર થાય છે. જો કે, આ સમયે તેના વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. થોડા સમય પહેલા સુહાનાની એક શોર્ટ ફિલ્મ ચર્ચામાં આવી હતી, જેમાં તેમણે અભિનય કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના મિત્ર દ્વારા કરાયું હતું. બોલિવૂડમાં સુહાનાને નવ્યા નવેલી નંદા, અનન્યા પાંડે અને શનાયા કપૂરની મિત્ર માનવામાં આવે છે. અનન્યાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તે જ સમયે, શનાયાને કરણ જોહર લોન્ચ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સોશ્યલ મીડિયા પર શેર કરેલી તસવીરો ઘણી પસંદ આવી રહી છે અને સુહાનાના ફોલોઅર્સની સંખ્યા પણ વધી રહી છે.

આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામના લોકોને મળ્યું મજેદાર સરપ્રાઈઝ, જોઈને બધાની આંખો ફાટી ગઈ

આ પણ વાંચો :- Sonu Sood: કોરોના પણ નથી ઝુકાવી શકતો સોનું સુદને, 6 દિવસથી ભટકતા મજૂરને હોસ્પિટલમાં અપાવ્યો બેડ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">