Sonu Sood: કોરોના પણ નથી ઝુકાવી શકતો સોનું સુદને, 6 દિવસથી ભટકતા મજૂરને હોસ્પિટલમાં અપાવ્યો બેડ

સોનુ સૂદ અત્યાર સુધી સતત જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ ખુદ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. આ પછી પણ, સોનુ સૂદ પોતાના દર્દ અને પરેશાનિઓને બાજુમાં રાખીને લોકોને મદદ કરી રહ્યા છે.

Sonu Sood: કોરોના પણ નથી ઝુકાવી શકતો સોનું સુદને, 6 દિવસથી ભટકતા મજૂરને હોસ્પિટલમાં અપાવ્યો બેડ
Sonu Sood
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 22, 2021 | 3:48 PM

Sonu Sood: કોરોના વાયરસ (Coronavirus) ને કારણે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. દરરોજ કમાય અને ખાવાવાળા પ્રવાસી મજૂરો પૈસાના અભાવે સ્થળાંતર શરૂ કરી દીધા હતા, તેમાંથી ઘણા પગપાળા તો ઘણા મુશ્કેલ વ્યવસ્થાથી ઘરે જવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) આ પ્રવાસી મજૂરો માટે મસીહા તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે હજારો મજૂરોને માનવ સન્માન સાથે ઘરે પહોચવાની વ્યવસ્થા કરી હતી.

ત્યારબાદ સોનુ સૂદ અત્યાર સુધી સતત જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ ખુદ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. આ પછી પણ, સોનુ સૂદ પોતાના દર્દ અને પરેશાનિઓને બાજુમાં રાખીને લોકોને મદદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા દ્વારા દેશભરના ઘણા લોકો સોનુ સૂદની મદદ માગી રહ્યા છે, તેઓ શક્ય તેટલા લોકોને મદદ કરી રહ્યા છે.

બુધવારે પ્રસન્ના કુમાર નામના વ્યક્તિએ ટ્વિટ કરીને સૂદની મદદ માંગી હતી. આ વ્યક્તિએ ટ્વીટમાં લખ્યું છે- ‘આદરણીય @SonuSood સર, આ બાળકના પિતા મજૂર છે. તેમને નાગપુરમાં પલંગની જરૂર છે. 6 દિવસથી ઘુમી રહ્યા છીએ. ક્યાંયથી મદદ મળી રહી નથી. તમારો ઉપકાર થશે સાહેબ, છેલ્લે હાથ જોડવાની ઇમોજી પણ બનાવવામાં આવી હતી. સોનુ સૂદે ટ્વિટર પર આ વ્યક્તિને જવાબ આપ્યો, ‘જો તમે મજૂર છો તો શું થયું. આગામી 15 મિનિટમાં હોસ્પિટલમાં તેમનો બેડ હશે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

પથારી મેળવ્યા બાદ પ્રસન્નાએ સોનુ સૂદનો આભાર માન્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘આદરણીય @SonuSood સર, તમે કહ્યું તેમ, શ્રી ભાઉરાવ ટેંભુરણેને નાગપુરમાં પલંગ મળી ગયો છે. તેઓ 6 દિવસ ભટકતા હતા. ઘણા ધારાસભ્યોએ મંત્રીઓેને વિનતી કરી હતી. આજે તે બેહોશ થઈ ગયા હતા. પણ હવે તમારા કારણે તેમને બેડ મળી ગયા છે. તમારો આ મારા પર મોટો ઉપકાર છે. આભાર.’

આ પછી, સોનુ સૂદે ટ્વિટ કરીને તેમની સહાયના આંકડા શેર કર્યા છે. તેઓએ કહ્યું છે કે, ‘127 લોકોએ તેમની પાસેથી ઓક્સિજનની માંગ કરી હતી અને તેઓ 93 લોકોને આ ઓક્સિજન આપવા સક્ષમ થયા. 527 લોકોએ તેમની પાસેથી રિમડેસિવીર ઇન્જેક્શનની માંગ કરી અને તે 83 લોકો અપાવા સક્ષમ થયા. સૂદે વધુમાં જણાવ્યું કે, તેમની પાસેથી 422 આઈસીયુ પલંગની માંગ કરવામાં આવી હતી અને તેઓ 196 પથારી ઉપલબ્ધ કરાવી શક્યા. અંતે, તેમણે લખ્યું છે કે હું ઇચ્છું છું કે હું વધુ સારું કરી શકત. આવતી કાલ વધુ સારી થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">