Emotional Post : રવિના ટંડને તેના પિતાની યાદમાં શેર કરી ઈમોશનલ નોટ, વાંચીને ફેન્સ થયા ભાવુક

|

Feb 12, 2022 | 6:33 PM

રવિના ટંડને તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આ નોટ વાંચીને (Emotional Note) તેના ચાહકો ભાવુક થઈ રહ્યા છે.

Emotional Post : રવિના ટંડને તેના પિતાની યાદમાં શેર કરી ઈમોશનલ નોટ, વાંચીને ફેન્સ થયા ભાવુક
Ravi Tondon and Raveena tandon

Follow us on

Emotional Post :  બોલિવૂડની મશહુર અભિનેત્રી રવિના ટંડનના (Raveena Tondon) પિતા રવિ ટંડનનુ (Ravi Tondon) ગયા શુક્રવારે નિધન થયુ હતુ, જે અભિનેત્રીના જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. આ તેમના માટે ખુબ મુશ્કેલ સમય છે. તેણે તેના પિતાના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે શેર કર્યા હતા. અંતિમ સંસ્કારની (Last Ritual) તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેણે ફરી એકવાર તેના પિતાની યાદમાં એક ઈમોશનલ નોટ શેર કરી છે. આ નોટ વાંચીને તેના ફેન્સ ભાવુક થઈ રહ્યા છે.

રવિના તેના પિતાની ખૂબ જ નજીક હતી

તમને જણાવી દઈએ કે, રવિના તેના પિતાની ખૂબ જ નજીક હતી. તેમના મૃત્યુ બાદ રવિનાએ પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. રવિનાના આ દુઃખદ સમયમાં કેટલાક બોલિવૂડ સેલેબ્સ પણ તેને આશ્વાસન આપી રહ્યા છે. અભિનત્રીએ આજે જે નોટ શેર કરી છે તે જણાવે છે કે રવિ ટંડનના જવાથી તેના પર કેટલી ઊંડી અસર થઈ છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

રવિનાએ ઈમોશનલ નોટ દ્વારા પિતાને આપી શ્રદ્ધાંજલિ

રવિના ટંડને તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આ નોટ વાંચીને (Emotional Note) તેના ચાહકો ભાવુક થઈ રહ્યા છે. તેણે લખ્યુ છે કે, હું તમારો હાથ મારા હાથમાં પકડી શકતી નથી અને તમને મારી નજીક લાવી શકતી નથી. જ્યારે તમે પીડા અનુભવો છો, ત્યારે મને પણ પીડા થાય છે. જ્યારે તમે ઉદાસ હતા ત્યારે મારી આંખમાંથી પણ આંસુ વહેતા હતા અને જ્યારે તમે હસતા હતા ત્યારે હું પણ તમારી ખુશીમાં ખુશ હતી. આ સાથે રવિનાએ હંમેશા તેને યાદ કરનારાઓમાં તેને જીવંત રાખવાની વાત કરી હતી.

રવિનાની આ ઈમોશનલ પોસ્ટ પર ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

રવિનાની આ પોસ્ટ યુઝર્સને ભાવુક કરી રહી છે. ખાસ કરીને તેના ચાહકો તેને સાથ આપતા જોવા મળી રહ્યા છે. તેમની આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ (Comments) પણ આવી રહી છે. તમામ ચાહકો તેમના પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. એક ચાહકે લખ્યુ કે, આ ખૂબ જ સુંદર નોટ છે, તમે રવિ અંકલને ખૂબ જ સુંદર શ્રદ્ધાંજલિ આપી છે.

 

આ પણ વાંચો : Gehraiyaan Celebs Reaction: દીપિકાની ‘ગહેરાઈયાં’ ફિલ્મે બોલિવૂડ સેલેબ્સને બનાવ્યા દિવાના, સેલેબ્સે આ રીતે આપી પ્રતિક્રિયા

Next Article