Gehraiyaan Celebs Reaction: દીપિકાની ‘ગહેરાઈયાં’ ફિલ્મે બોલિવૂડ સેલેબ્સને બનાવ્યા દિવાના, સેલેબ્સે આ રીતે આપી પ્રતિક્રિયા

બોલિવૂડ સેલેબ્સ પણ 'ગહેરાઈયાં' પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા સેલેબ્સનું માનવુ છે કે આ ફિલ્મ બોલિવૂડને એક નવો રસ્તો બતાવશે.

Gehraiyaan Celebs Reaction: દીપિકાની 'ગહેરાઈયાં' ફિલ્મે બોલિવૂડ સેલેબ્સને બનાવ્યા દિવાના, સેલેબ્સે આ રીતે આપી પ્રતિક્રિયા
Gehraiyaan Celebs Reaction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 3:50 PM

Gehraiyaan Celebs Reaction: દીપિકા પાદુકોણની (Deepika Padukone) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગહેરાઈયાં’ (Gehraiyaan) રિલીઝ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દીપિકાની આ ફિલ્મને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. એમેઝોન પ્રાઈમ પર આ ફિલ્મનું સ્ટ્રીમિંગ થયું ત્યારથી ચારે બાજુથી આ ફિલ્મની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ફિલ્મ સમીક્ષકો તરફથી પણ ફિલ્મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મને આજની પેઢીની ફિલ્મ કહેવામાં આવી રહી છે.

આ ફિલ્મ બોલિવૂડને નવો રસ્તો બતાવશે

દીપિકા અને સિદ્ધાંત ચતુર્વેદીના ઈન્ટીમેટ સીન્સની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. તેમજ ચાહકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ ફિલ્મ પર તેમની પ્રતિક્રિયા (Celebs Reaction) આપી રહ્યા છે. કેટલાક સેલેબ્સનું માનવુ છે કે આ ફિલ્મ બોલિવૂડને નવો રસ્તો બતાવશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આજની મહત્વની ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રણવીર સિંહના રિએક્શનની સૌથી વધુ થઈ રહી છે ચર્ચા

સૌથી લોકપ્રિય પ્રતિક્રિયા રણવીર સિંહની છે. તેણે દીપિકાની ફિલ્મની ખૂબ જ ખાસ રીતે પ્રશંસા કરી. તેણે દીપિકાને કિસ કરતી તસવીર શેર કરી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરના કેપ્શનમાં રણવીરે દીપિકાની ફિલ્મના સોંગ ‘દુબે’નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે બંને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા છે.

હર્ષવર્ધને અનન્યાની એક્ટિંગને એફર્ટલેસ ગણાવી

સેલેબ્સની પ્રતિક્રિયાઓ

અભિનેતા હર્ષવર્ધન કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનન્યાની તસવીર શેર કરી અને લખ્યુ કે અનન્યા, તને સ્ક્રીન પર આટલી એફર્ટલેસ જોઈને ખૂબ જ આનંદ થયો. તેના પર પ્રતિક્રિયા આપતા અનન્યા પાંડેએ લખ્યું કે હર્ષ, મને જાણીને ખૂબ જ આનંદ થયો કે તને આવુ લાગ્યું.

સનાયા મલ્હોત્રા અને સુહાના ખાને પણ પ્રશંશા કરી

સનાયા મલ્હોત્રાએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ફિલ્મની પ્રશંસા કરી છે અને લખ્યુંછે કે ‘ગહેરાઈયાં’ હું આ ફિલ્મની દરેક ફ્રેમમાં પ્રેમ અનુભવી રહી છું. કેટલી સુંદર ફિલ્મ છે. દીપિકા પાદુકોણ એલિસાના પાત્રમાં એફર્ટલેસ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની પુત્રી જે અનન્યા પાંડેની ખૂબ સારી મિત્ર છે.તેણે પણ અનન્યાના કામની પ્રશંશા કરી છે.

આ પણ વાંચો : Bollywood: દીપિકા સાથે સિદ્ધાંતનો કિસિંગ સીન જોઈ અંકલે કર્યો પિતાને ફોન, જાણો કારણ

આ પણ વાંચો : Shahid Kapoor: ‘યે કામ બેહદ મુશ્કેલ’, શાહિદ કપૂરે ‘અર્જુન રેડ્ડી’ રિમેકમાં કર્યું કામ, હવે ‘કબીર સિંહ’ અભિનેતાએ રિમેકના ટ્રેન્ડ પર કરી વાત

g clip-path="url(#clip0_868_265)">