લોકસભા ચૂંટણી પહેલા THALAIVA રજનીકાંતે કર્યું એવું એલાન કે સાંભળીને ચોંકી જશે તેમના તમામ રાજકીય વિરોધીઓ
સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીના સુપર સ્ટાર અને ધ થલાઇવા નામે જાણીતા રજનીકાંતે લોકસભા ચૂંટણી 2019 પહેલા રવિવારે એક મોટા નિર્ણયની જાહેરાત કરી. રજનીકાંતે જે જાહેરાત કરી છે, તેનાથી તામિલનાડુના તે તમામ રાજકીય પક્ષોને રાહત મળશે કે જેઓ માટે લોકસભા ચૂંટણી 2019માં રજનીકાંત પડકાર બની શક્યા હોત. રજનીકાંતે આજે એલાન કર્યું છે કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી […]
સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીના સુપર સ્ટાર અને ધ થલાઇવા નામે જાણીતા રજનીકાંતે લોકસભા ચૂંટણી 2019 પહેલા રવિવારે એક મોટા નિર્ણયની જાહેરાત કરી.
રજનીકાંતે જે જાહેરાત કરી છે, તેનાથી તામિલનાડુના તે તમામ રાજકીય પક્ષોને રાહત મળશે કે જેઓ માટે લોકસભા ચૂંટણી 2019માં રજનીકાંત પડકાર બની શક્યા હોત.
રજનીકાંતે આજે એલાન કર્યું છે કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી 2019માં ભાગ નહીં લે. રજનીકાંતે પોતે પણ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કડકાઈપૂર્વક મનાઈ ફરમાવી છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોઈ પણ વ્યક્તિ કે પક્ષ પોતાના પ્રચાર માટે તેમના રાજકીય પક્ષ કે સિમ્બૉલ કે તેમનો ઉપયોગ નહીં કરી શકે.
નોંધનીય છે કે રજનીકાંતે ગત 31 ડિસેમ્બર, 2017ના રોજ રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. હજી સુધી તેમણે કોઈ રાજકીય પક્ષની સ્થાપના કરી નથી. રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કરતી વખતે જ કહી દીધું હતું કે તેમનું લક્ષ્ય તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 છે. આ ચૂંટણીમાં તેઓ ભાગ લેશે અને તેમની ભાવિ પાર્ટી તામિલનાડુની તમામ 234 બેઠકો પર ચૂંટણી લડશે.