‘દેશભક્તિની લાગણી’ મુદ્દે BOLLYWOODની બે અભિનેત્રીઓ સામ-સામે, કંગનાએ ANTI-NATIONAL કહેતા શબાનાએ કંગના માટે વાપર્યા કંઇક આવા શબ્દો
પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી જુદા-જુદા પ્રત્યાઘાતો સાંપડી રહ્યા છે અને આ જ ક્રમમાં બૉલીવુડની બે હસ્તીઓ સામ-સામે આવી ગઈ છે. TV9 Gujarati Web Stories View more જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર ચોંકાવનારૂ ! ભારતનું એક […]
પુલવામા આતંકી હુમલા બાદ આખા દેશમાંથી જુદા-જુદા પ્રત્યાઘાતો સાંપડી રહ્યા છે અને આ જ ક્રમમાં બૉલીવુડની બે હસ્તીઓ સામ-સામે આવી ગઈ છે.
બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌટે તાજેતરમાં એક ઇંટર્વ્યૂમાં ગીતકાર જાવેદ અખ્તર અને તેમના પત્ની અભિનેત્રી શબાના આઝમીને એંટી-નેશનલ કહ્યા હતાં.
હકીકતમાં પુલવામા આતંકી હુમલા બાદ શબાના અને જાવેદે કરાચીમાં યોજાનાર એક કાર્યક્રમમમાં ન જવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યક્રમ શબાનાના પિતા કૈફી આઝમીની જન્મ શતાબ્દી નિમિત્તે યોજાવાનો હતો.
ઇંટરવ્યૂ દરમિયાન જ્યારે કંગનાને શબાના આઝમીના નિર્ણય અંગે સવાલ પૂછવામાં આવ્યું, તો કંગનાએ જવાબ આપ્યો હતો, ‘આ લોકો ભારત તેરે ટુકડે હોંગે ગૅંગના સમર્થકો છે. જ્યારે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધો લગાવાઈ ચુક્યા છે, એવામાં કરાચીમાં કાર્યક્રમનું આયોજન કરવાનો શો મતલબ છે ?’ કંગનાએ કહ્યુ હતું કે શબાના અને જાવેદ પોતાનો ચહેરો બચાવવાની કોશિશ કરી રહ્યા છે.
કંગના રણૌટના આકરા પ્રહાર પર પ્રત્યાઘાત આપતા શબાના આઝમીએ સામો સવાલ કર્યો છે, ‘એવા સમયે કે જ્યારે આખો દેશ દુઃખમાં એક સાથે ઊભો છે અને પુલવામાના ભીષણ ઍટૅકની ટીકા કરી રહ્યો છે, ત્યારે મારા પર પર્સનલ ઍટૅક કરવાનો કોઈ ફાયદો છે ખરો ?’ શબાના આઝમીએ એમ પણ કહ્યું કે ઈશ્વર કંગનાનું ભલું કરે.
[yop_poll id=1509]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]