‘PM નરેન્દ્ર મોદી’ના પરસેવા છોડાવી દેશે આ બિઝનેસ ટાયકૂન, જાણો કોણ છે આ શખ્સ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની BIOPIC ફિલ્મમાં વિલનની એન્ટ્રી થઈ ગઈ છે. PM NARENDRA MODI નામની આ ફિલ્મમાં BOLLYWOOD અભિનેતા VIVEK OBEROY નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યા છે. TV9 Gujarati Web Stories View more ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન કાનનો […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની BIOPIC ફિલ્મમાં વિલનની એન્ટ્રી થઈ ગઈ છે. PM NARENDRA MODI નામની આ ફિલ્મમાં BOLLYWOOD અભિનેતા VIVEK OBEROY નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યા છે.
હવે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં વિવેક ઓબેરૉયને પડકારવા વિલન તરીકે એન્ટ્રી થઈ છે અભિનેતા પ્રશાંત નારાયણની. પ્રશાંત નારાયણ આદિત્ય રેડ્ડી નામના દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂનનો કાલ્પનિક રોલ છે. પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના નિર્માતા સંદીપ સિંહનું કહેવું છે કે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ આદિત્ય રેડ્ડીના રોલ માટે પ્રશાંત નારાયણની પસંદગી કરી હતી. પ્રશાંતે આ રોલ માટે સારું કામ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચુક્યું છે. અમે અત્યાર સુધી પ્રશાંત નારાયણના કામથી અત્યંત ખુશ છીએ.
એક્ટર પ્રશાંત નારાયણે કહ્યું, ‘મને આ ભૂમિકા આપવા અને મારા પર વિશ્વા કરવા માટે હું મુકેશ છાબડા અને સંદીપ સિંહનો આભારી છું. મારા ફિલ્મી કૅરિયર માટે આ ફિલ્મ બહુ મોટો વળાંક સાબિત થશે. હું બહુ ઉત્સાહિત છું અને આ સેટ મારા માટે એક મોટો પરિવારની જેમ છે.’
નોંધનીય છે કે પ્રશાંત નારાયણ આ અગાઉ ધ ગુડ ફ્રાઇડે, રંગરસિયા, મર્ડર 2, છલ, ફ્રેડરિક જેવી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચુક્યા છે.
દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના પ્રોડ્યુસર સુરેશ ઓબેરૉય અને ડાયરેક્ટર ઓમંગ કુમાર છે. ફિલ્મમાં મોદીના માતાના રોલમાં ઝરીના વહાબ દેખાશે, જ્યારે અમિત શાહના રોલમાં મનોજ જોશી અને મોદીના પત્ની જશોદાબેનના રોલમાં બરખા બિષ્ટ જોવા મળશે.
Actor Prashant Narayanan to play the antagonist in the biopic #PMNarendraModi… Stars Vivek Anand Oberoi… Directed by Omung Kumar… Produced by Suresh Oberoi and Sandip Ssingh… Official look: pic.twitter.com/L8CH8FcjXR
— taran adarsh (@taran_adarsh) February 18, 2019
[yop_poll id=1590]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]