Pawan Kalyan Family Tree: રામ ચરણના કાકાએ અત્યાર સુધીમાં ત્રણ વખત લગ્ન કર્યા, પવન કલ્યાણે ડેપ્યુટી CM તરીકેના શપથ લીધા
Pawan Kalyan Family Tree : Pawan Kalyanના તેમના પિતાનું નામ કોનિડેલા વેંકટ રાવ અને માતાનું નામ અંજના દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ ચિરંજીવી અને નાગેન્દ્ર બાબુ છે. અભિનેતા કરાટેમાં પણ બ્લેક બેલ્ટ વિજેતા છે.
પવન કલ્યાણ એક ભારતીય રાજકારણી, અભિનેતા, ફિલ્મ નિર્માતા છે. પવન કલ્યાણની રિયલ લાઈફમાં પણ ફિલ્મોની જેમ ઘણા ટ્વિસ્ટ છે. પવન તેની ફિલ્મી કરિયર અને રાજકારણ બંનેને લઈને ચર્ચામાં રહે છે. અભિનેતા પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1971ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. સાઉથના પ્રખ્યાત સ્ટાર પવન કલ્યાણનો આજે 52મો જન્મદિવસ છે. પવન કલ્યાણ (Pawan Kalyan ) સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીનો નાનો ભાઈ છે.
ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.સ્ટાર પવન કલ્યાણે ડેપ્યુટી CM તરીકેના શપથ લીધા છે.
View this post on Instagram
કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું અસલી નામ કોનીડેલા કલ્યાણ બાબુ છે. જોકે, ચાહકો તેને તેના સ્ક્રીન નામ પવન કલ્યાણથી જ ઓળખે છે.
તમને જણાવી દઈએ કે તેણે 1997માં તેલુગુ ફિલ્મ ‘ગોકુલમલો સીતા’થી પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. લોકોમાં પવન કલ્યાણ માટે ઘણો ક્રેઝ છે.
View this post on Instagram
આ પણ વાંચો : Aamir Khan Family Tree: ગુજરાતી નાટક ‘કેસર બિના’થી સ્ટેજ કરિયરની શરૂઆત કરી, જાણો ગજનીના પરિવાર વિશે
16 વર્ષમાં ત્રણ લગ્ન
પવન કલ્યાણની રિયલ લાઈફમાં પણ ફિલ્મોની જેમ ઘણા ટ્વિસ્ટ છે. તેણે 16 વર્ષની ઉંમરે ત્રણ વાર લગ્ન કર્યા. તેણે 1997માં પહેલા લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ નંદિની હતું. જોકે, મતભેદોને કારણે બંનેએ 1999માં છૂટાછેડા લીધા હતા. આ પછી પવન કલ્યાણના જીવનમાં રેણુ દેસાઈ આવી. બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના ત્રણ વર્ષ બાદ જ બંનેના છૂટાછેડા થઈ ગયા. પવન કલ્યાણને આ લગ્નથી બે બાળકો છે એક પુત્ર અને એક પુત્રી.
View this post on Instagram
અભિનેતાના ત્રીજા લગ્નની વાત કરીએ તો તેણે થોડા વર્ષે પહેલા અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ 2011માં થઈ હતી.
રાજકારણમાં પણ પ્રવેશ કર્યો
પવન કલ્યાણ રાજકારણની સાથે-સાથે ફિલ્મના મંચ પર પણ બહુમુખી પ્રતિભા ધરાવે છે. પવન દિગ્દર્શક, ગાયક અને પટકથા લેખક પણ છે. પવન તેની ફિલ્મી કરિયર અને રાજકારણ બંને માટે સમાચારમાં રહે છે. પવન કલ્યાણે પોતાના મોટા ભાઈ ચિરંજીવીની જેમ રાજકારણમાં પગ જમાવ્યો. તે વર્ષ 2008 હતું, જ્યારે પવન કલ્યાણ પ્રજા રાજ્યમ પાર્ટીમાં જોડાયા હતા. જો કે, થોડા વર્ષો પછી અભિનેતા પવન કલ્યાણે પોતાની પાર્ટી જનસેના બનાવી.
Had an excellent meeting with Hon’ble Minister for Home ‘Sri Amit Shah ji’. And I am sure this interaction will lead to a constructive, decisive and prosperous future for the people of Andhra Pradesh ! @AmitShah @JanaSenaParty @mnadendla pic.twitter.com/oMLXajQ1L1
— Pawan Kalyan (@PawanKalyan) July 19, 2023
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ
તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, તેમણે સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી સાથે મળીને પીએમ મોદી માટે ખૂબ પ્રચાર પણ કર્યો. પરંતુ પવન પવન કલ્યાણે આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને ભાજપ સાથેના તેમના પક્ષના સંબંધોનો અંત લાવ્યો હતો.રામ ચરણના કાકા એટલે કે સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ છે,
View this post on Instagram
રામ ચરણ તેજાનો જન્મ 1985માં તમિલનાડુમાં થયો હતો,તેણે પોતાના કરિયરની શરૂઆત 2007માં ફિલ્મ ચિરુથાથી કરી હતી. તેમના દાદાથી લઈને તેમના પિતરાઈ ભાઈ સુધીના દરેકનું બ્રેકગ્રાઉન્ડ ફિલ્મી રહ્યું છે.
View this post on Instagram