Vikram Vedha Movie Review : ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે ઋતિક-સૈફની ‘વિક્રમ વેધા’, વાંચો રિવ્યું

|

Sep 30, 2022 | 1:06 PM

Vikram Vedha Review: ફિલ્મની સ્ટોરીને ડાયરેક્ટર પુષ્કર અને ગાયત્રીએ ખૂબ જ સારી રીતે લખી છે. વર્ષ 2017માં તેનું તમિલ વર્ઝન આવ્યું હતું. ફિલ્મની સ્ટોરી તમને એક પછી એક અલગ રાઈડ પર લઈ જાય છે. ઋતિક રોશન અને સૈફ અલી ખાનની મચઅવેટેડ ફિલ્મ વિક્રમ વેધા (Vikram Vedha) રિલીઝ થઈ ગઈ છે.

Vikram Vedha Movie Review : ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે ઋતિક-સૈફની વિક્રમ વેધા, વાંચો રિવ્યું
vikram vedha Review

Follow us on

ફિલ્મ: વિક્રમ વેધા

સ્ટાર કાસ્ટ : ઋતિક રોશન, સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, ​​શારીબ હાશમી, રોહિત સર્રાફ, યોગિતા બિહાની, સત્યદીપ મિશ્રા વગેરે.

ડાયરેક્ટર: પુષ્કર-ગાયત્રી

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

ક્યાં જોઈ શકશો: થિયેટરોમાં

રેટિંગ: 3.5

ઋતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાનની (Saif Ali Khan) મચઅવેટેડ ફિલ્મ વિક્રમ વેધા (Vikram Vedha) રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ એક પોલીસવાળા ગુંડાની અને એક ગેંગસ્ટરની સ્ટોરી છે. ‘વિક્રમ વેધા’ થોડી અલગ રીતે બનાવવામાં આવી છે અથવા કહો કે ‘વિક્રમ અને બેતાલ’ની સ્ટોરીને થોડું મોર્ડન રૂપ આપવામાં આવ્યું છે. પુષ્કર અને ગાયત્રીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. પરંતુ ફિલ્મની સ્ટોરી શું છે અને તમારે આ ફિલ્મ જોવી જોઈએ કે નહીં, તેના વિશે રિવ્યુમાં જાણો.

‘વિક્રમ બેતાલ’ની સ્ટોરી તો દરેક વ્યક્તિએ સાંભળી જ હશે અને ઘણાએ તેને પોતાના ટીવી સ્ક્રીન પર પણ જોઈ હશે. કારણ કે પહેલા આ જ નામનો એક ટીવી શો હતો જેમાં મુકેશ ખન્ના જોવા મળતા હતા. તો એટલું જ સમજી લો કે ‘વિક્રમ બેતાલ’નું મોર્ડન રૂપ ‘વિક્રમ વેધા’ છે. કારણ કે જે રીતે રાજા વિક્રમાદિત્ય બેતાલને મળ્યા અને બેતાલે તેને અલગ અલગ પ્રકારની વાર્તાઓ કહી અને તેને યોગ્ય જવાબ આપવા કહ્યું. આવું જ કંઈક તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે.

શું છે ફિલ્મની સ્ટોરી?

સ્ટોરીનું સેન્ટર લખનૌ છે, જેમાં કેટલોક ભાગ કાનપુરનો પણ છે. ફિલ્મની શરૂઆત એસએસપી વિક્રમ એટલે કે સૈફ અલી ખાનથી થાય છે, જે એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે. તેને ગુનેગારોનો જીવ લેવાનો અફસોસ નથી. તેને પોતાના કરિયરમાં 18 લોકોની હત્યા કરી છે, પરંતુ હવે તેની સ્પેશિયલ ટીમ માત્ર એક જ માણસને શોધી રહી છે. તે માણસ થોડો ચાલાક અને નીડર છે અને ખુંખાર પણ છે. ક્રૂરતાનું બીજું નામ છે, જેની ચર્ચા દૂર દૂર સુધી થાય છે. નામ છે વેધા એટલે કે ઋતિક રોશન.

વેધા તે વિસ્તારના એક બાહુબલી પરશુરામ માટે કામ કરે છે અને પરશુરામ પર એક નેતાનો હાથ છે. પરંતુ વેધાનું વધતું જતું કદ લોકોને પચતું નથી અને પછી તેમની વચ્ચે ગેંગ વોર શરૂ થાય છે. જે બાદ એસટીએફની રચના થાય છે. વિક્રમ અને તેની ટીમ ઘણા સમયથી વેધાને શોધી રહી હતી. પરંતુ વેધાને પકડવા માટે તેને ઘણા ગુંડાઓને મારી નાખ્યા. તે વેધા માટે જાળ ફેલાવવા જાય છે કે વેધા પોતે જ વિક્રમની સામે આવે.

જેમ બેતાલના સવાલને કારણે વિક્રમ ધાર્મિક સંકટમાં પડી જાય છે તેમ વેધા પણ વિક્રમને એક સ્ટોરી સંભળાવીને તેને ધાર્મિક મુશ્કેલીમાં મૂકે છે. વેધા તેની વાર્તાઓ દ્વારા વિક્રમને તેની દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન સાથે શોકિંગ અને રસપ્રદ વિગતોથી ભરેલી છે. વિક્રમની પત્નીનું પાત્ર પ્રિયા એટલે કે રાધિકા આપ્ટે ભજવી રહી છે. બંનેના સુખી જીવનમાં પણ આગ વેધા જ લગાવે છે. પ્રિયા વ્યવસાયે વકીલ છે.

ઋતિક, સૈફ અને અન્ય કલાકારોની શાનદાર એક્ટિંગ

પહેલીવાર ઋતિક રોશન એક નિર્દયી અને ખુંખાર ગેંગસ્ટરના રૂપમાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવશે. તેમની મહેનત પણ સ્પષ્ટ દેખાય છે. આ ફિલ્મમાં તમે ઋતિકને વેધા તરીકે ત્રણ અલગ-અલગ રૂપમાં જોઈ શકશો. આ ફિલ્મમાં ઋતિક રોશનનો દબદબો રહ્યો છે. સાથે જ સૈફ અલી ખાને પણ વિક્રમનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. રાધિકા આપ્ટે એટલે કે પ્રિયા વિક્રમની પત્નીના રોલમાં છે. સૈફ સાથે તેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી લાગી હતી. આ ફિલ્મમાં શારીબ હાશ્મી, રોહિત સરાફ, યોગિતા બિહાની અને સત્યદીપ મિશ્રા જેવા કલાકારોએ શાનદાર કામ કર્યું છે.

ડાયરેક્ટર પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે શાનદાર કામ

ફિલ્મની વાર્તા ડાયરેક્ટર પુષ્કર અને ગાયત્રીએ ખૂબ જ સારી રીતે લખી છે. વર્ષ 2017માં તેનું તમિલ વર્ઝન આવ્યું હતું. ફિલ્મની વાર્તા તમને એક પછી એક અલગ-અલગ રાઈડ પર લઈ જાય છે, જેના પછી તમે તમારી સીટ છોડી શકશો નહીં. ફિલ્મમાં એક્શન પણ કમાલની છે અને કેમેરામેને પણ ફિલ્મમાં સારું કામ કર્યું છે. તેનો બેકગ્રાઉન્ડ સ્કોર અને ગીતો અદ્ભુત છે. તમારે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

Next Article