મૌની રોય દુલ્હન બનવા જઈ રહી છે, આવતા વર્ષે એક ઉદ્યોગપતિ સાથે કરવા જઈ રહી છે લગ્ન!

મૌની રોય લાંબા સમયથી પોતાના અંગત જીવન માટે હેડલાઇન્સમાં છે. થોડા દિવસોથી એવા અહેવાલો છે કે તે દુબઈના ઉદ્યોગપતિ સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી છે.

મૌની રોય દુલ્હન બનવા જઈ રહી છે, આવતા વર્ષે એક ઉદ્યોગપતિ સાથે કરવા જઈ રહી છે લગ્ન!
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 01, 2021 | 8:16 PM

મૌની રોય (Mouni Roy) લાંબા સમયથી પોતાના અંગત જીવન માટે હેડલાઇન્સમાં છે. થોડા દિવસોથી એવા અહેવાલો છે કે તે દુબઈના ઉદ્યોગપતિ સૂરજ નામ્બિયારને (Suraj Nambiar) ડેટ કરી રહી છે. પણ હવે જે નવી વાત સામે આવી છે તે એ છે કે, તે આવતા વર્ષે જાન્યુઆરીમાં સૂરજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, એક મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે મૌનીની માતા લગ્ન માટે મંદિરા બેદીના ઘરે સૂરજના માતા-પિતાને મળી હતી.

અત્યારે જે અહેવાલો આવ્યા છે તે મુજબ મૌની આગામી વર્ષ એક પરિણીત મહિલા તરીકે શરૂ કરવા માંગે છે. મૌની સૂરજ સાથે ખૂબ જ પ્રેમ કરે છે અને હવે ટૂંક સમયમાં તે તેની સાથે સ્થાયી થવા માંગે છે. અગાઉ, લોકડાઉન દરમિયાન, સમાચાર હતા કે મૌનીએ સગાઈ કરી લીધી છે. જોકે, અભિનેત્રીએ પાછળથી આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

બીજી બાજુ મૌનીના પિતરાઈ ભાઈએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, સૂરજ આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. તે દુબઈ અથવા ઈટાલીમાં લગ્ન કરશે. આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો હાજર રહેશે. ભારત પરત ફર્યા બાદ, તે મિત્રો અને અન્ય લોકોને રિસેપ્શન આપશે. હવે માત્ર મૌની જ કહી શકે છે કે આ સમાચાર કેટલા સાચા છે અને કેટલા ખોટા છે અને જો આ સમાચાર સાચા છે તો આનાથી મૌનીના ચાહકો માટે આનાથી મોટી ખુશીના સમાચાર ન હોઈ શકે.

તાજેતરમાં ઉજવ્યો જન્મદિવસ

તાજેતરમાં જ મૌનીએ પોતાનો 36 મો જન્મદિવસ ઉજવ્યો હતો. મૌનીએ તેના જન્મદિવસના ફોટા પણ ગોવાથી શેર કર્યા છે. ભવ્ય રીતે, મૌનીએ જન્મદિવસની ઉજવણી કરી જેમાં તેના મિત્રો સામેલ થયા હતા.

બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત કરી

મૌનીએ અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાની ફિલ્મ રન માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું છે.

પછી ટીવીમાં પદાર્પણ કર્યું

આ પછી મૌનીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ક્યુંકી સાસ ભી કભી બહુ થી શોથી ડેબ્યૂ કર્યું. મૌનીને પહેલા જ શોમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મૌનીએ દેવો કે દેવ મહાદેવ, કસ્તુરી અને નાગિન જેવા હિટ શો આપ્યા છે. એટલું જ નહીં, તે ટીવીના હોટ નાગીનની ભૂમિકા ખૂબ જ લોકપ્રિય છે. ત્યારબાદ મૌનીએ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. મૌની હવે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: PM Modiએ બે મોટી યોજનાઓ શરૂ કરી, 10.5 કરોડ લોકો માટે આખો દેશ ‘કચરા મુક્ત’, ‘પાણી સુરક્ષિત રહેશે’

આ પણ વાંચો: ઓક્ટોબરની પહેલી તારીખે જ સરકારને મળી ખુશખબરી ! જાણો GST કલેક્શનમાં કેટલો થયો વધારો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati