ઓક્ટોબરની પહેલી તારીખે જ સરકારને મળી ખુશખબરી ! જાણો GST કલેક્શનમાં કેટલો થયો વધારો
સરકાર માટે સારા સમાચાર મળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડથી વધીને 1.17 લાખ કરોડ પર પહોંચ્યુ છે.
GST Collection Data: ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં સરકારની ટેક્સ આવક વધી છે. ઓગસ્ટ મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં મહિનાના જીએસટી કલેક્શનની (GST Collection) વાત કરવામાં આવે તો તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ઓગસ્ટમાં કલેક્શન1.12 લાખ કરોડ હતુ જે સપ્ટેમ્બરમાં વધીને 1.17 લાખ કરોડ થયું છે.
ભારત સરકારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020 ના જીએસટી કલેક્શનની સરખામણીમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ મહિને ક્લેકશન વધીને 1,17,010 લાખ કરોડ પર પહોંચ્યુ છે. નિષ્ણાતોનું (Specialist) કહેવું છે કે, GST કલેક્શનમાં સતત વધારો એ સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારા સંકેત છે.
જીએસટી કલેક્શનના આંકડાઓ પર એક નજર
ઓગસ્ટ 2021 માં જીએસટી કલેક્શન 1,12,020 કરોડ હતું, જ્યારે ઓગસ્ટ 2020 માં તે 86,449 કરોડ જેટલુ હતુ.ઉપરાંત જુલાઈ 2021 માં આ ક્લેકશન 1.16 લાખ કરોડ, જ્યારે જુલાઈ -2020 માં 87,422 કરોડ રૂપિયા હતું.જુન 2021ની વાત કરવામાં આવે તો આ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયા એટલે કે 92,849 કરોડ રૂપિયાથી પણ ઓછું હતું.
✅₹ 1,17,010 crore gross GST revenue collected in the month of September 2021 ✅The revenues for the month of September 2021 are 23% higher than the GST revenues in the same month last year.
Read more➡️ https://t.co/mYq5GjCG3H pic.twitter.com/vsVASJM0Qp
— Ministry of Finance (@FinMinIndia) October 1, 2021
આ રાજ્યોના GST ક્લેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, સપ્ટેમ્બર 2021 માં જમ્મુ અને કાશ્મીરમાં જીએસટીની આવક 377 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 368 કરોડ રૂપિયા હતી. આ રીતે, તેમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 680 કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષેની સરખામણીમાં તેમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમજ પંજાબમાં જીએસટીની આવક સપ્ટેમ્બરમાં 1,402 કરોડ હતી. અને ગયા વર્ષની સરખામણીમાં તેમાં પણ 17 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ગુજરાતમાં GST કલેક્શનમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો
જો દિલ્હીની વાત કરવામાં આવે તો સપ્ટેમબરમાં GST કલેક્શન 3,605 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં ગયા વર્ષેની સરખામણીમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. તેમજ ઉત્તર પ્રદેશમાં ગયા મહિને જીએસટીની આવક 5,692 કરોડ રૂપિયા થઈ છે. જેમાં પણ 12 ટકાનો વધારો જોવા મળ્યો છે.જો ગુજરાતની(Gujarat) વાત કરીએ તો વર્ષ 2020માં સપ્ટેમ્બર મહિનામાં 6090 કરોડ જેટલુ GST કલેક્શન થયુ હતુ,જે સપ્ટેમ્બર 2021માં વધીને 7780 કરોડ પર પહોંચ્યુ છે.આથી ગુજરાતમાં પણ GST કલેક્શનમાં 28 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Air India ની TATA Group માં ઘર વાપસી, 68 વર્ષ બાદ એરલાઇન્સને ફરી TATA એ હાંસલ કરી
આ પણ વાંચો: Paras Defence Listing : ઇશ્યૂ પ્રાઇસથી 171% ઉપર લિસ્ટ થયો શેર, 175 રૂપિયાનો શેર 498 રૂપિયા સુધી ઉછળ્યો