Maidaan Release Date: અજય દેવગણની ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે, આ દિવસ થિયેટરમાં આવશે

અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ મેદાનની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ લાંબા સમયથી હેડલાઈન્સમાં છે અને ચાહકો તેની રિલીઝ ડેટની રાહ જોઇ રહ્યા હતા.

Maidaan Release Date: અજય દેવગણની ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે, આ દિવસ થિયેટરમાં આવશે
Ajay Devgn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:24 PM

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તાજેતરમાં થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે. આ જાહેરાત બાદથી તમામ નિર્માતાઓએ પોતપોતાની ફિલ્મો થિયેટરોમાં રિલીઝ કરવાની તારીખો જાહેર કરી છે. હવે આ દરમિયાન અજય દેવગણ (Ajay Devgn)ની ફિલ્મ મેદાન (Maidaan)ની રિલીઝ ડેટ પણ બહાર આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફિલ્મ 3 જૂન 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન અમિત શર્મા (Amit Sharma) કરી રહ્યા છે અને ઝી સ્ટુડિયો, બોની કપૂર (Boney Kapoor), અરુણવા જોય સેનગુપ્તા (Arunava Joy Sengupta) અને આકાશ ચાવલા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

ફિલ્મનું પોસ્ટર શેર કરતાં અજયે લખ્યું મેદાન, એક એવી વાર્તા છે જે દરેક ભારતીય સાથે જોડાશે. આ એક એવી ફિલ્મ છે જે મારા માટે ખૂબ મહત્વની છે. તમારા કેલેન્ડરમાં તારીખ માર્ક કરી લ્યો. આ ફિલ્મ થિયેટરમાં 3 જુન 2022ના રિલીઝ થશે.

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

તમને જણાવી દઈએ કે ફિલ્મમાં અજય સૈયદ અબ્દુલ રહીમ (Syed Abdul Rahim)ની ભૂમિકા ભજવી રહ્યા છે. તે એ જ વ્યક્તિ છે જેમણે ભારતમાં ફૂટબોલને લોકપ્રિય બનાવ્યું હતું. તેઓ 1950-1963 વચ્ચે ભારતીય ફૂટબોલ ટીમના કોચ હતા.

ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત કીર્તિ સુરેશ (Keerthy Suresh), પ્રિયામણી (Priyamani) અને ગજરાજ રાવ (Gajraj Rao) મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ અંગે બોની કપૂરે (Boney Kapoor) કહ્યું હતું કે ‘મને જાણીને આશ્ચર્ય થયું કે સૈયદ અબ્દુલ રહીમ વિશે ઘણા લોકોને ખબર નથી. તે એક અનસંગ હીરો છે જેની સિદ્ધિઓને સલામ કરવી જોઈએ. તેમની ટીમમાં ચુન્ની ગોસ્વામી, પીકે બેનર્જી, બલરામ, ફ્રેંકો અને અરુણ ઘોષ જેવા નાયકો હતા. સૈયદ અબ્દુલ રહીમ જેવા પાત્રને અજય દેવગણ જેવો સ્ટાર જ ભજવી શકે છે. મને આશા છે કે આ ફિલ્મ ઘણા યુવાનોને ફૂટબોલને લઈને પ્રેરિત કરશે અને વર્લ્ડ કપને ભારત લઈને આવશે.

અગાઉ જણાવવામાં આવ્યું હતું કે મડ આઈલેન્ડમાં સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સીન ત્યાં શૂટ કરવામાં આવશે. આ સાથે આમાં 1962માં થયેલ એશિયન ગેમ્સની ફાઇનલ મેચ પણ બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સ્ટેડિયમ ઓક્ટોબરના મધ્ય સુધીમાં તૈયાર થઈ જશે.

મે ડેની રિલીઝ ડેટ પણ જાહેર થઈ

અજયની ફિલ્મ મે ડે (Mayday)ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ દરમિયાન રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય સાથે અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં હશે.

આ પણ વાંચો :- BB15 :બિગ બોસ પાસેથી તગડી ફી લે છે સલમાન ખાન, 1 સપ્તાહ માટે “5 કરોડથી પહોચ્યા 25 કરોડ”

આ પણ વાંચો :- ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ, પૂર્વ પતિ અભિનવ કોહલીએ વ્યક્ત કરી ચિંતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">