ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ, પૂર્વ પતિ અભિનવ કોહલીએ વ્યક્ત કરી ચિંતા

શ્વેતા તિવારીના બીમારીના સમાચાર સાંભળ્યા બાદ સતત તેમના પર નિશાન સાધવા વાળા અભિનવ કોહલી એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શ્વેતાના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે.

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ, પૂર્વ પતિ અભિનવ કોહલીએ વ્યક્ત કરી ચિંતા
Shweta Tiwari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 12:28 AM

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari)ને તાજેતરમાં નબળાઈ અને લો બ્લડ પ્રેશરને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શ્વેતાની ટીમે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી સતત તેમના વ્યસ્ત કામમાં હોવાને કારણે તેમના શરીરને જરૂરી આરામ મળતો ન હતો અને તેના કારણે તેમને કમજોરી અનુભવી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

શ્વેતા તિવારીની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “શ્વેતા સતત તેમના કામ માટે મુસાફરી કરી રહી છે. આ મુસાફરી અને હવામાનમાં પરિવર્તનથી શ્વેતાના સ્વાસ્થ્ય પર અસર પડી છે. જોકે શ્વેતા ઠીક થઈ રહી છે અને ટૂંક સમયમાં જ તેમના ઘરે પરત ફરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તાજેતરમાં રિયાલિટી શોમાં દેખાઈ હતી

ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રી તાજેતરમાં કલર્સ ટીવીના રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11માં જોવા મળી હતી. શ્વેતા અર્જુન બિજલાની (Arjun Bijlani), દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi), વિશાલ આદિત્ય સિંહ (Vishal Aditya Singh) અને વરુણ સૂદ (Varun Sood) સાથે શોની ફાઈનલિસ્ટ પણ બની હતી. ભલે શોમાં અર્જુન બિજલાનીએ ટ્રોફી જીતી હતી. પરંતુ શ્વેતા તિવારી દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટ્સની અને તેમના સ્પિરિટની રોહિત શેટ્ટીએ ખૂબ પ્રશંસા કરી હતી.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

શ્વેતાના ભૂતપૂર્વ પતિ અભિનવ કોહલી (Abhinav Kohli)એ બુધવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નોટ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે શ્વેતાના સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમની નોટમાં લખવામાં આવ્યું હતું કે, “મારા અને મારા છોકરાને મળવા અને સાથે રહેવાના અધિકારની લડાઈ તેની જગ્યાએ છે અને કોર્ટમાં ચાલી રહી છે પણ ભગવાન કરે શ્વેતા જલ્દી સ્વસ્થ થઈ જાય. અભિનેતાઓ બીચારા, તમારા બધાની સામે સૌથી સુંદર બનવાના ચક્કરમાં અને તમારા બધા તરફથી વધુ પ્રેમ મેળવવા માટે જરૂરી કરતાં વધુ શરીર બનાવતા રહે છે.

અગાઉ ઘણા આક્ષેપો થયા હતા

અભિનવ આગળ લખે છે “એક્ટર બોડી બનાવવા માટે ઓછો ખોરાક ખાતા હોય છે અને પછી એક દિવસ તેમનું હૃદય થાકી જાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં શ્વેતાએ તેમના પૂર્વ પતિ અભિનવ સાથે ઝઘડો કર્યો હતો, જેમણે તેમના પુત્ર રેયાંશ માટે યોગ્ય વ્યવસ્થા કર્યા વિના દેશ છોડવાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતા ખતરો કે ખિલાડી 11 માટે કેપટાઉન ગયા પછી તરત જ અભિનવે કહ્યું કે તે તેના પુત્રને શોધી રહ્યો છે કારણ કે તે શહેરમાં એકલો હતો.

આ પણ વાંચો :-TVની નાગિન સુરભી ચંદનાએ બોલ્ડ સ્ટાઈલમાં ઉડાવ્યા ચાહકોના હોશ, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા Photos

આ પણ વાંચો :- Sanak Release Date: OTTના આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે વિદ્યુત જામવાલની ‘સનક’, આ તારીખ થઈ લોક

g clip-path="url(#clip0_868_265)">