Kinjal Dave Engagement : ગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી, જાણો કોણ છે ધ્રુવિન શાહ, જુઓ વીડિયો
ચાર બંગડી વાલી ગાડી" થી ફેમસ થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેને મનનો માણીગર મળી ગયો છે. કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તો ચાલો જાણીએ કોણ છે ધ્રુવિન શાહ

કિંજલ દવેના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. કિંજલ દવેના ચાહકો મોટી સંખ્યામાં છે. કિંજલ દવેએ વર્ષ 2025ના છેલ્લા મહિને તેમના ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા છે. આ સાથે તેમણે પોતાની એક નવી જર્ની પણ શરુ કરી છે. લોકપ્રિય સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પોતાની સગાઈની જાહેરાત કરી હતી.ગુજરાતી અભિનેતાઓ અને ચાહકો બંન્નેને સગાઈની શુભકામના પણ પાઠવી રહ્યા છે.
કિંજલ દવેની સગાઈમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સગાઈના ફંક્શનમાં જોવા મળ્યા હતા. જુઓ વીડયો
View this post on Instagram
“ચાર બંગડી વાલી ગાડી” થી ફેમસ થઈ કિંજલ દવે
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998 રોજ થયો છે. તે એક ગુજરાતી સિંગર છે જે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેના કામ માટે જાણીતી છે. કિંજલે નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને 2017 માં તેના હિટ ગીત “ચાર બંગડી વાલી ગાડી” થી ખ્યાતિ મેળવી હતી. ત્યારથી, તેમણે અનેક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે અને ભારત અને વિદેશમાં વિવિધ કાર્યક્રમોમાં પર્ફોર્મ કર્યું છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક સંગીત માટે જાણીતી છે અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેના યોગદાન માટે તેણે અનેક એવોર્ડ જીત્યા છે.
View this post on Instagram
ગુજરાતી સિંગર કિંજલ દવેએ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. ત્યારે હવે ચાહકો જાણવા માંગે છે કે, ધ્રુવિન શાહ શું કરે છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર સગાઈનો વીડિયો પોસ્ટ કરી ગોડ પ્લાન કહ્યું છે. ધ્રુવિન શાહ ફિલ્મોમાં કામ કરે છે. ધ્રુવિન શાહે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2017માં સુપરસ્ટારથી કરી હતી. તે એક બિઝનેસમેન પણ છે. ધ્રુવિન શાહ jojoappનો ફાઉન્ડર છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કિંજલ દવેની 2023માં પવન જોષી સાથે સગાઈ તુટી હતી. સગાઈ તુટ્યાના 2 વર્ષ બાદ કિંજલ દવેએ ફરી સગાઈ કરી છે. કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
