The Kapil Sharma Show: કપિલે કંગનાને ટ્વિટર પ્રતિબંધ વિશે પૂછી લીધો એવો સવાલ કે સૌ ચોંકી ગયા, જાણો અભિનેત્રીનો જવાબ

કપિલ શર્માએ શો દરમિયાન કંગના રનૌત સાથે ઘણી મસ્તી કરી હતી. કપિલે કંગનાને તેના વિવાદ અને સોશિયલ મીડિયાને લઈને તેના નિવેદનો વિશે પૂછ્યું હતું. તેમજ કંગનાની મજાક પણ ઉડાવી હતી.

The Kapil Sharma Show: કપિલે કંગનાને ટ્વિટર પ્રતિબંધ વિશે પૂછી લીધો એવો સવાલ કે સૌ ચોંકી ગયા, જાણો અભિનેત્રીનો જવાબ
Kapil Sharma asked Kangana Ranaut about her twitter controversies and ban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:03 AM

બોલિવૂડની સુંદર અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) શનિવારે કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) પહોંચી હતી.

શો દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. કપિલ પણ અભિનેત્રી સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો હતો. કંગના પોતાની ફિલ્મ ‘થલાઇવી’ના (Thalaivii) પ્રમોશન માટે અહીં પહોંચી હતી. ફિલ્મ વિશે વાત કરતા કપિલ શર્માએ કહ્યું કે તેમની આખી ટીમે ‘થલાઈવી’નું ટ્રેલર જોયું છે જે બધાને ખૂબ પસંદ આવ્યું છે.

કંગના સાથે મસ્તી કરતી વખતે કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર વિવાદ અંગે ખુલીને વાત કરી હતી. કપિલે કંગનાને તેનો એક જૂનો વિડીયો બતાવ્યો હતો જેમાં કંગનાએ કપિલની છેલ્લી સીઝનમાં આવી હતી. તે સમયે કંગનાએ કહ્યું હતું કે “સોશિયલ મીડિયા પર માત્ર નકામા લોકો છે અને તેઓ આખો દિવસ ટ્વિટર પર સમય વિતાવે છે”. કપિલે આ વિડીયો બાદ અભિનેત્રીને પૂછ્યું કે પછી એવું તો શું થયું કે તમે સોશિયલ મીડિયા પર આવ્યા.

અભિનેત્રી હંમેશા તેની પોસ્ટ્સ માટે વિવાદમાં રહી છે. આ સવાલનો જવાબ આપતી વખતે, તેણીએ કહ્યું કે “જ્યારે મેં આ બધું કહ્યું હતું ત્યારે મારી પાસે ઘણું કામ હતું, પરંતુ લોકડાઉન દરમિયાન હું ઘરે હતી અને તે જ સમયે હું ટ્વિટરમાં પણ એક્ટીવ હતી. પરંતુ 2021 માં આ લોકડાઉન ખુલતાની સાથે જ ટ્વિટરે મારા પર પ્રતિબંધ મુકી દીધો. મેં પણ વિચાર્યું કે ચાલો સારું થયું. પરંતુ તે સમય દરમિયાન દરરોજ મારી સામે 200 થી વધુ એફઆઈઆર નોંધવામાં આવતી હતી. જે બાદ ટ્વિટરે જ પ્રતિબંધ મૂકી દીધો.”

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મ ‘થલાઇવી’ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે, ‘અમે આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. જ્યાં આ ફિલ્મ તાજેતરમાં જ વિવેચકો દ્વારા સારી રીતે પસંદ કરવામાં આવી છે. આ સાથે, આ ફિલ્મને આજ સુધીની શ્રેષ્ઠ બાયોપિક પણ કહેવામાં આવી રહી છે. જેના કારણે અમે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા (J. Jayalalithaa) ની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. ફિલ્મમાં જે. જયલલિતાના જીવનમાં આવેલા ઘણા ઉતાર – ચઢાવ દર્શાવતી જોવા મળી રહી છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે, જ્યાં અભિનેત્રીની ફિલ્મ હવે હિટ માનવામાં આવી રહી છે.

જો કે ફિલ્મના પહેલા દિવસની કમાણી ખાસ રહી ન હતી. કોરોના સાથે બીજું કારણ એ પણ છે કે જલ્દી OTT પર ફિલ્મ આવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. કદાચ આ કારણે પ્રેક્ષક થિયેટર તરફ જતા અચકાય છે. અભિનેત્રીની આ ફિલ્મ ખૂબ જ જલ્દી OTT પર રિલીઝ થશે.

આ પણ વાંચો: Thalaivii Day 1 Collection: કંગનાની બહુચર્ચિત ફિલ્મ ઊંધા મોઢે પછડાઈ, પહેલા દિવસે માત્ર આટલાની કમાણી

આ પણ વાંચો: OMG: વર્ષો જૂની તસવીરમાં જોવા મળી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ, ફેન્સ રહી ગયા શોધતા

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">