OMG: વર્ષો જૂની તસવીરમાં જોવા મળી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ, ફેન્સ રહી ગયા શોધતા
સોશિયલ મીડિયામાં એક તસ્વીર આવતાની સાથે જ બોલિવૂડ ફેન્સમાં ચર્ચા જામી ગઈ છે. જી હા કેમ કે થ્રોબેક ફોટોમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, સોફી ચૌધરી અને કેટરીના કૈફ પણ જોવા મળી રહી છે.
અભિનેતા અને ભૂતપૂર્વ મોડેલ માર્ક રોબિન્સને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસ્વીર આવતાની સાથે જ બોલિવૂડ ફેન્સમાં ચર્ચા જામી ગઈ છે. જી હા આ થ્રોબેક ફોટોમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, સોફી ચૌધરી અને કેટરીના કૈફ પણ જોવા મળી રહી છે. આ કારણે આ પોસ્ટ વધુને વધુ વાયરલ થઈ રહી છે.
ફેશન શોનો છે ફોટો
તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર થ્રોબેક તસ્વીર શેર કરવામાં આવી છે. ફોટો પોસ્ટ કરતા સમયે માર્ક રોબિન્સને કેપ્શનમાં લખ્યું, ‘ટોમી હિલફિગરના ફેશન શો દરમિયાનનો ફોટો, જેમાં દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ અને સોફી ચૌધરી છે.’ આ ફોટો જોઈને ફેન્સથી રહેવાયું નહીં અને અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. ફોટો એવો છે કે પહેલી નજરે તેમાં આ અભિનેત્રીઓ ઓળખ્યામાં પણ આવે એમ નથી. જો કે ધ્યાનથી જોયા બાદ નજરે પડે છે કે કોણ કેટ છે કોણ દીપિકા.
View this post on Instagram
ફેન્સ થયા કન્ફયુઝ
ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે દીપિકા અને કેટરિના ક્યાં છે? ત્યારે અમુક ફેન્સ જેમણે અભિનેત્રીઓને ઓળખી પાડી છે તેઓ કોમેન્ટમાં તેમનું સ્થાન પણ જણાવી રહ્યા છે. જો તમને પણ ઓળખવામાં તકલીફ થઇ રહી છે તો ચાલો તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ પાછળના ખૂણામાં જોવા મળે છે. ફોટોમાં દીપિકા કાળા રંગની ટ્યુબ ટોપ સાથે જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે દીપિકાએ હાઈ હીલ્સ પહેર્યા છે. દીપિકાએ જીન્સના ખિસ્સામાં એક હાથ મૂક્યો છે. બીજી બાજુ, જો આપણે કેટરીનાની વાત કરીએ તો તે દીપિકાની આગળ ઉભી છે, તેણે સ્વેટશર્ટ અને ટ્રાઉઝર પહેર્યા છે.
ફિલ્મોનું લાંબુ લીસ્ટ છે દીપિકા પાસે
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં પતિ રણવીર સિંહ સાથે કપિલ દેવની ફિલ્મ 83 માં જોવા મળશે. આ ફિલ્મની ઘણા સમયથી રાજ જોવાઈ રહી છે. ઉપરાંત શાહરૂખ ખાનના પ્રોજેક્ટ પઠાણમાં પણ જોવા મળશે. આ સાથે તેણે શકુન બત્રાની આગામી ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે. દીપિકાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તેની પાસે નાગ અશ્વિનનની આગામી ફિલ્મ, ધ ઇન્ટર્ન રિમેક, મહાભારત, 83 અને ફાઇટર ઉપરાંત પઠાણ અને શકુન બત્રાની આગામી ફિલ્મ છે.
કેટરીનાની આગામી ફિલ્મો
કેટ હાલમાં સલમાન ખાન સાથે ટાઈગર 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન સાથે સ્ટંટ કરતી જોવા મળશે. આ ઉપરાંત અક્ષય સાથે તે સૂર્યવંશીમાં પણ જોવા મળશે. તેમજ ખાસ તો ફિલ્મ જી લે જરામાં કેટ આલિયા અને પ્રિયંકા સાથે ધૂમ મચાવશે.
આ પણ વાંચો: કંગના રનૌતે રીજેક્ટ કરેલી ફિલ્મો કરીને ચમકી ગઈ અનુષ્કા-વિદ્યાની કિસ્મત, આ 5 માંથી 2 ફિલ્મો સલમાનની
આ પણ વાંચો: ડબલ ચોટી બનાવીને નીકળી પડ્યો રણવીર સિંહ, સોશિયલ મીડિયામાં લોકોએ ઉડાવી ખુબ મજાક, જુઓ Memes