બોલિવૂડમાં(Bollywood) એવા ઘણા સ્ટાર કિડ્સ (Star Kids) છે જેઓ અચાનક દર્શકોની વચ્ચે આવી જાય છે. જેમના માટે ગ્રેન્ડ લોન્ચનું આયોજન કરવામાં આવે છે. એવા પણ ઘણા કલાકારો છે જે બાળપણથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, પછી પોતાની મહેનત અને ટેલેન્ટના આધારે નાના-નાના પગલાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લે છે.
આવા કલાકારોમાંથી એક છે ઈશાન ખટ્ટર.(Ishaan Khattar) ઈશાન ખટ્ટરે ઇન્ડસ્ટ્રીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી અને એક મોટી ફિલ્મ બાદ તેને ઓળખ મળી હતી. તેની એક્ટિંગ કરિયર પર નજર કરીએ તો કહી શકાય કે પરિવારના સભ્યો ફિલ્મી દુનિયામાં હોવા છતાં તે પોતાની પ્રતિભાથી પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.
ધડક ફિલ્મથી ઓળખ
ધડક ફિલ્મથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા ઈશાન ખટ્ટરનો આજે જન્મદિવસ છે. જો કે ધડક બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ નથી, પરંતુ એમ કહેવું ખોટું નહીં હોય કે ઈશાનને બોલિવૂડમાં ધડકના કારણે જ ઓળખ મળી છે. ઇશાને બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત ‘વાહ! ‘લાઈફ હો તો ઐસી’માં કામ કર્યું હતું અને અહીંથી તેનું કામ પણ શરૂ થયું હતું. ઈશાન ખટ્ટરને અભિનેતા શાહિદ કપૂર સાથે ખૂબ જ ખાસ સંબંધ છે.
ઈશાન ખટ્ટર બોલિવૂડ અભિનેત્રી નીલિમા આઝમી અને રાજેશ ખટ્ટરનો પુત્ર અને શાહિદ કપૂરનો સાવકો ભાઈ છે. ઈશાન તેના સાવકા ભાઈ શાહિદ કપૂરની ખૂબ નજીક છે અને તેની સાથે સમય વિતાવે છે. ઈશાનનો જન્મ 1 નવેમ્બર 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ પણ મુંબઈથી જ પૂરો કર્યો. ઈશાન ખટ્ટરે પોતાનું સમગ્ર શિક્ષણ મુંબઈની બિલાબોંગ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. ઈશાને રિમ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ અને જુનિયર કોલેજ મુંબઈમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
ઈશાન ખટ્ટર 2016માં આવેલી ફિલ્મ ઉડતા પંજાબમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. તે પછી તેણે હાફ વિડોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. તેણે 2017 માં બિયોન્ડ ધ ક્લાઉડ ફિલ્મથી બોલિવૂડમાં મુખ્ય ભૂમિકા મેળવવાનું શરૂ કર્યું. પરંતુ આ ફિલ્મ પણ પડદા પર કંઈ ખાસ બતાવી શકી નથી.
2018માં આવેલી મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક ધડકનું ઈશાનના કરિયરમાં ઘણું મહત્વ છે. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર સાથે ઈશાનની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને ઈશાનના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી જ ઈશાનને બોલિવૂડમાં ઓળખ મળી હતી. ઈશાન ખટ્ટર તેના ભાઈ શાહિદને ખૂબ પ્રેમ કરે છે અને સમયાંતરે બંને ભાઈઓનો આ પ્રેમ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
આ પણ વાંચો : G20 Summit : રોમમાં આયોજિત G20 શિખર સંમેલનનું સમાપન, 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારતમાં થશે આયોજન
આ પણ વાંચો : શાહરુખ ખાન અને ગૌરી ખાને લાડલા માટે લીધો મોટો ફેંસલો ! શું દિવાળી બાદ મન્નતમાં નહીં રહે આર્યન ખાન ?