ઈશા અંબાણીના દીકરા દીકરીના જન્મદિવસની ઉજવણી, પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સનો જમાવડો, જુઓ વીડિયો
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેનો ટ્વિન્સ દીકરા દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ઈશા અંબાણીએ એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. 2018 માં લગ્ન કર્યા પછી, દંપતી 18 નવેમ્બર 2022 ના રોજ જોડિયા બાળકોના માતાપિતા બન્યા. આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના ટ્વિન્સ દીકરા દીકરીના પહેલો જન્મદિવસ જેની ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડના ઘણા મહેમાનો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પૌત્રો પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
ઈશા અંબાણી અને આનંદ પીરામલે તેમના બંને બાળકોની બર્થડે પાર્ટીની થીમ કાઉન્ટી ફેર તરીકે રાખી છે. આ પાર્ટીમાં જે પણ સેલિબ્રિટી આવ્યા હતા તે તમા પાર્ટીમાં તેઓ તેમના બાળકોને પણ સાથે લાવ્યા હતા. એક વીડિયોમાં આદિયા અને કૃષ્ણા દાદા-દાદી મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે જોવા મળે છે.
#WATCH | Mumbai | Mukesh Ambani and Nita Ambani with their grandchildren Aadiya And Krishna. The twins of Isha Ambani-Anand Piramal are celebrating their first birthday today. pic.twitter.com/q9Zf6eaKpB
— ANI (@ANI) November 18, 2023
મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના જોડિયા પૌત્રો આદિયા અને કૃષ્ણાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો. આ બંને ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલના જોડિયા બાળકો છે, તેમનો જન્મ 19 નવેમ્બર, 2022ના રોજ થયો હતો. આ અવસર પર, અંબાણી પરિવારે આજે એટલે કે 18મી નવેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ ગાર્ડનમાં એક ભવ્ય જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે કરણ જોહર અને કિયારા અડવાણી સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. પાર્ટીમાં આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડે અને કેટરિના કૈફ જેવા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ તેમના પરિવાર સાથે આવ્યા હતા.