સોનાક્ષી સિન્હાનું આવું પાગલપન તમે નહીં જોયું હોય, ‘હીરામંડી’ના ગીતમાં જે કર્યું જુઓ VIDEO

સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' આજકાલ ખૂબ ચર્ચામાં છે. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સેહગલ જેવા સ્ટાર્સને એકસાથે જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.‘હીરામંડી’ના સેટ પર સોનાક્ષી સિંહાએ કંઈક એવું કર્યું જે પહેલા ક્યારેય નહોતું થયું. .

સોનાક્ષી સિન્હાનું આવું પાગલપન તમે નહીં જોયું હોય, 'હીરામંડી'ના ગીતમાં જે કર્યું જુઓ VIDEO
Heeramandi Sonakshi Sinha new song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2024 | 12:04 PM

જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. ટ્રેલર અને પહેલુ ગીત રિલીઝ થયા બાદ ફેન્સ આ સિરીઝને લઈને ખુબ એક્સાઈટેડ છે. ત્યારે હવે આ ફિલ્મનું બીજુ એક ગીત રિલીઝ થયું છે. જેમાં સોનાક્ષી સિન્હાનું પાગલપન જોઈ ફેન્સ ચોકી ગયા છે.

સોનાક્ષી સિન્હાનું સામે આવ્યું પાગલપન

સોનાક્ષી સિન્હા ક્યારેક પ્રેમમાં તો ક્યારેક એક્શન સિનમાં જોવા મળી છે પણ જે હાલ ગીત રિલીઝ થયું છે તેમાં સોનાક્ષીનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ‘તિલસ્મી બાહે’ આ ગીતનું નામ છે જે ગઈકાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના આવવાથી વેબ સિરીઝને લઈને વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું છે. આ સાથે સોનાક્ષી સિન્હાના પાત્ર ફરીદાનની પ્રથમ ઝલક પણ સામે આવી છે. સોનાક્ષી સિન્હાએ તેના અત્યાર સુધીના સૌથી મુશ્કેલ અભિનયથી માત્ર પ્રેક્ષકોને જ મંત્રમુગ્ધ કર્યા નથી પરંતુ તેણે “હીરામંડી” ના સેટ પર રેકોર્ડબ્રેક 20 મિનિટમાં એટલે કે પ્રથમ ટેકમાં શોટ પૂર્ણ કરીને ઇતિહાસ પણ રચી દીધો છે. ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં આવું અગાઉ ક્યારેય બન્યું ન હતું.પણ સોનાક્ષીનો ગીતમાં પાગલપન જોઈ ભણસાલી પણ ચોકી ગયા હતા અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતુ.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

(VIDEO CREDIT- BHANSALI MUSIC)

ગીતમાં લગાવ્યા ચાર ચાંદ

આ ગીત હાલ રિલીઝ થયું છે. ત્યારે આ ગીત જોનાર દરેક લોકો સોનાક્ષીના વખાણ કરતા થાકતા નથી તેમજ હવે આ ગીત અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સોનાક્ષી પ્રથમ વખત આવા અવતારમાં જોવા મળી છે. સોનાક્ષી સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. સોનાક્ષી, જે ફરીદાનનું પાત્ર ભજવે છે, તે એક જબરદસ્ત સ્ટોરી આવી રહી હોવાનું ફેન્સ માની રહ્યા છે.લોકો સોનાક્ષીને સ્ક્રીન પર જોવા માટે વેબ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. લોકો “હીરામંડી” ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોવાથી સોનાક્ષી સિન્હાનું શાનદાર અભિનય ચોક્કસપણે ટોક ઓફ ધ ટાઉન બનશે જે પ્રેક્ષકોને “હીરામંડી” ની મનમોહક દુનિયા તરફ ખેંચશે.

હીરામંડી ક્યારે થશે રિલીઝ?

હીરામંડી: ડાયમંડ બજાર વેશ્યાઓ અને તેમના જીવનની સ્ટોરી છે. 1940 ના દાયકામાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની તોફાની પૃષ્ઠભૂમિ સામે સેટ, ‘હીરામંડી’ પ્રેમ, વિશ્વાસઘાત, વારસો અને ‘કોઠા’માં રાજકારણની વાર્તા કહે છે. તે 1 મે, 2024 ના રોજ Netflix પર રિલીઝ થશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">