Haseen Dillruba : તાપસી પન્નુ અને ફિલ્મને મળેલા મિક્સ રિવ્યૂ પર વિક્રાંત મેસી બોલ્યા – જે લોકો તેમને ખરાબ બોલી રહ્યા છે મને તેમના પર…

હસીન દિલરુબામાં તાપસી પન્નુને મળી રહેલા ખરાબ પ્રતિસાદ પર વિક્રાંત માસે પોતાની પ્રતિક્રિયા આપી છે. વિક્રાંતે કહ્યું કે ફિલ્મમાં બધાએ ખૂબ મહેનત કરી છે.

Haseen Dillruba : તાપસી પન્નુ અને ફિલ્મને મળેલા મિક્સ રિવ્યૂ પર વિક્રાંત મેસી બોલ્યા - જે લોકો તેમને ખરાબ બોલી રહ્યા છે મને તેમના પર...
Haseen Dillruba
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 2:17 PM

તાપસી પન્નુ (Taapsee Pannu), વિક્રાંત માસે (Vikrant Massey) અને હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) ની ફિલ્મ હસીન દિલરુબા (Haseen Dillruba) તાજેતરમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં તાપસીનાં વિક્રાંત અને હર્ષવર્ધન સાથે કેટલાક બોલ્ડ દૃશ્યો છે. થોડા દિવસો પહેલા, તાપસીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન, બંને અભિનેતાઓ સાથેના ઈન્ટીમેટ સીન્સ વિશે કહ્યું હતું કે, બંને કલાકારો તેમની સાથે ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવામાં ડરતા હતા. તાપસીએ કહ્યું હતું કે, તેમને લાગ્યું કે ખબર નહતી કે તે શું કરશે.

તાપસીના આ નિવેદન વિશે વાત કરતાં વિક્રાંતે કહ્યું, ‘ના, આવું કંઈ નથી. તાપસી ખૂબ રમુજી વ્યક્તિ છે. તે 5 મિનિટથી વધુ સમય માટે મૌન બેસી શકતી નથી, તે હસતી રહે છે પુરો ટાઈમ. તેમણે એક ઈન્ટરવ્યુમાં મનોરંજન માટે કહ્યું હતું કે ઈન્ટીમેટ સીન્સ કરતી વખતે આ છોકરાઓ ડરી ગયા હતા અને તેમની આ લાઈનને કેટલાક પ્રકાશનોએ ક્રિસ્પિ હેડલાઇન્સ આપીને ચલાવી હતી કારણ કે આનાથી તે લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. અમને આ સાથે કોઈ સમસ્યા નથી.

વિક્રાંતે વધુમાં કહ્યું, ‘પણ જો મારે આ મુદ્દે બોલવાનું છે તો હું કહીશ કે આપણે બધા પ્રોફેશનલ છીએ. અમારા બધા કલાકારોના પોતાના સહ-કલાકારો સાથે સારો સંબંધ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તાપસી અને હર્ષવર્ધનને મળેલા ખરાબ પ્રતિસાદ પર બોલ્યા

વિક્રાંતને પૂછવામાં આવ્યું હતું કે શું તે પોતે હસીન દિલરુબામાં સારા છે કેમ કે વિવેચકો દ્વારા ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે વિક્રાંતે કહ્યું, ‘ તાપસી અને હર્ષવર્ધન વિશે જે પણ લોકો કહે છે મને તેના પર વિશ્વાસ નથી. જેઓ એમ કહી રહ્યા છે કે આ ફિલ્મ સારી નથી હું તેમની વાત પર વિશ્વાસ નથી કરતો. મને લાગે છે કે આ એક સારી ફિલ્મ છે.

તાપસી અને હર્ષવર્ધને સારું કામ કર્યું છે. મને ખબર નથી કે મારો અભિપ્રાય મહત્ત્વ ધરાવે છે કે નહીં, પરંતુ હું માનતો નથી કે લોકો એવું કહેતા હોય છે કે ફિલ્મમાં માત્ર હું સારો છું. કોઈ એક આ ફિલ્મને નથી બનાવતો. અમિત ત્રિવેદી (મ્યુઝિક કમ્પોઝર) એ એક સરસ કામગીરી બજાવી છે. મારા ડીઓપીએ પણ સારું કામ કર્યું છે. બધા કલાકારોએ સારું કામ કર્યું છે.

વિક્રાંતે વધુમાં કહ્યું, ‘જો તમને લાગે કે મેં સારું કામ કર્યું છે, તો તે પ્રોડક્ટને કારણે થયું છે. આ બધું સેટ પર એકબીજાની સહાયથી થાય છે. જોકે તેમણે સારા પ્રતિસાદ માટે બધાને આભાર માન્યો છે. વિક્રાંતે કહ્યું- હું ખૂબ આભારી છું મારા કામને પસંદ કરવા બદલ. મેં ટ્વિટર પર પણ ટ્રેન્ડ જોયું. લોકો એકબીજાને ફિલ્મ જોવા કહે છે. તે તેના મિત્રો અને પરિવાર સાથે વાત કરી રહ્યા છે. મને લાગે છે કે એક સ્ટોરી ટેલરની આ મોટી ઉપલબ્ધિ છે જ્યારે તમારી ફિલ્મોને લોકો બીજાને જોવા માટે કહેવામાં આવે.

ચાલો તમને જણાવી દઈએ કે હસીન દિલરુબાને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મને દર્શકોનો પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">