Ahmedabad : 21 જુલાઈએ રીલિઝ થશે ગુજરાતી કોમેડી ફિલ્મ “બચુભાઈ”, સિદ્ઘાર્થ રાંદેરિયાએ અમદાવાદમાં કર્યુ ફિલ્મનું પ્રમોશન
આ ફિલ્મ અંગે જણાવતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે, ગુજરાતી સિનેમા ઝડપથી વિકસી રહ્યું છે. પ્રેક્ષકો નવા વિષયો જોવા અને સ્વીકારવા આતુર છે. અમારી ફિલ્મ બચુભાઈ આનો સચોટ જવાબ છે.
Ahmedabad : એકટર સિદ્ધાર્થ રાંદેરિયા જીઓ સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “બચુભાઈ”માં મુખ્ય ભૂમિકામાં નજરે પડવાના છે. જે ફિલ્મ 21 જુલાઈએ રિલીઝ થવાની છે. જેની પહેલા કોમેડી કિંગ સિદ્ઘાર્થ રાંદેરિયા (Siddharth Randeria) પોતાની ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા હતા. અને તેમણે ફિલ્મ અંગેની રસપ્રદ વાતો શેર કરી હતી. એકટર સિદ્ધાર્થ રાંદેરિયા હંમેશા પોતાના કોમેડી ટાઇમિંગના કારણે દર્શકોને હસાવતા આવ્યા છે.
આ પણ વાંચો-જવાનમાં શાહરૂખ ખાનના માથા પર બનાવેલા ટેટૂમાં લખી છે ખાસ વાત, જાણો શું થાય છે અર્થ
આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મી બની રહી છે અને દર્શકો પસંદ પણ કરી રહ્યા છે, એમાં પણ જો સિદ્ધાર્થ રાંદેરિયાની કોમેડી હોય તો કોને એ ફિલ્મ જોવી ના ગમે? તાજેતરમાં જ રિલીઝ થયેલ આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે. સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એકવાર પોતાની ફિલ્મ દ્વારા દર્શકોને કોમેડી સાથે સોશિલ મેસેજ પણ આપશે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે જે 21 જૂલાઇના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે.
શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી તેવો આપશે સંદેશ
ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા “બચુભાઈની ભૂમિકામાં નજરે પડશે, જે નોકરી માટે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માંગે છે. આ ફિલ્મ “બચુભાઈ” કોલેજમાં પ્રવેશ મેળવવાથી લઈને પ્રવેશ પછી કોલેજમાં શું થાય છે તે બચુભાઈની આનંદી સફર વર્ણવે છે. હવે આ આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જોવું જ રહ્યું. હા પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે. “બચુભાઈ” ફિલ્મ એક મેસેજ આપવા માંગે છે કે “શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી.
આ ફિલ્મ અંગે જણાવતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે, ગુજરાતી સિનેમા ઝડપથી વિકસી રહ્યું છે. પ્રેક્ષકો નવા વિષયો જોવા અને સ્વીકારવા આતુર છે. અમારી ફિલ્મ બચુભાઈ આનો સચોટ જવાબ છે. હું નિર્માતાઓનો આભાર માનું છું કે જેમણે મુખ્ય ભૂમિકા ભજવવા માટે મારો સંપર્ક કર્યો. શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને મને ખાતરી છે કે દરેક જણ વાર્તા સાથે સંબંધિત હશે. હું મારા પ્રેક્ષકોની પ્રતિક્રિયા અને તેમના પ્રેમની રાહ જોઈ રહ્યો છું જે તેઓએ હંમેશા મારા પર વરસાવ્યો છે.”
પેનોરમાં સ્ટુડિયોઝ કરશે “બચુભાઈ” ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન
ફિલ્મ “બચુભાઈ” ફિલ્મમાં અપરા મેહતા, અમિતસિંહ ઠાકુર, ઓમ ભટ્ટ, નમન ગોર, પૂર્વી પાલન પણ મહત્વની ભૂમિકાઓ નીભાવતા નજરે પડશે. જીઓ સ્ટુડિયોઝના બેનર હેઠળ અને એસપી સીનેકોર્પ ના પ્રોડક્શન હેઠળ જ્યોતિ દેશપાંડે, શરદ પટેલ અને શ્રેયાંશી પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા દિર્ગદર્શિત છે. મળતી માહિતી પ્રમાણે આ એક હળવી કોમેડી ફિલ્મ છે અને સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે. પેનોરમા સ્ટુડિઓઝ દ્વારા આ ફિલ્મ સમગ્ર દેશમાં રિલીઝ થઇ રહી છે.