Breaking News: અમદાવાદમાં યુવતીનો મૃતદેહ કોથળીમાં લપેટી કેટલાક યુવકો સ્મશાન પહોચ્યા, સ્મશાન કર્મચારીએ શંકા જતા બોલાવી પોલીસ
Ahmedabad: વિંજોલમાં સ્મશાનમાં કેટલાક યુવકો યુવતીનો મૃતદેહ લઈ અગ્નિસંસ્કાર કરવા માટે પહોંચ્યા હતા. જો કે સ્મશાનના કર્મચારીએ યુવતીના પરિવારના કોઈ સભ્ય ન હોવાથી શંકા જતા પોલીસ બોલાવી હતી. પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
Ahmedabad: અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા એક યુવતીનો મૃતદેહ કોથળીમાં લપેટીને વિંજોલના સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા માટે પહોંચ્યા હતા. જોકે સ્મશાનના કર્મચારીએ યુવતીના કોઈ પરિવારજનો ન હોવાથી શંકા જતા પોલીસમે તુરંત જાણ કરી હતી. બનાવની જાણ થતા જ તાબડતોબ પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
કોથળીમાં લપેટી ચાર યુવકો યુવતીને મૃતદેહ લઈ સ્મશાન પહોંચ્યા
યુવકો યુવતીના મૃતદેહને કોથળીમાં લપેટી ખાનગી કાર અને રીક્ષામાં લઈને સ્મશાન પહોંચ્યા હતા. યુવતીના મૃતદેહ પર ઈજાના નિશાન હોવાની પણ પ્રાથમિક વિગત સામે આવી છે. જો કે આશંકા એવી પણ સેવાઈ રહી છે કે યુવકો મૃતદેહને સગેવગે કરવાના ઈરાદે સ્મશાન લઈ ગયા હતા. સમગ્ર હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી
હાલ પોલીસે યુવતીના મૃતદેહને વિંજોલ સ્મશાન લાવનારા ચારેય યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. યુવતીના મોતને લઈને યુવકો અલગ અલગ સ્ટોરી જણાવી રહ્યા છે. રિક્ષામાં ખેંચ આવવાથી યુવતીનું મોત થયુ હોવાનો યુવકોનો દાવો છે.
અમદાવાદમાં કેટલાક યુવાનો યુવતીનો મૃતદેહ લઇ સ્મશાન પહોંચ્યા; સ્મશાન કર્મચારીએ વાંધો ઉઠાવતા માથાકૂટ; યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/fU0vRxvaWM
— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2023
આ પણ વાંચો : Gujarati Video: સમઢિયાળા ગામે થયેલ જૂથ અથડામણમાં બે ભાઈઓની હત્યા બાદ ઉકળતો ચરૂ, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
યુવતીના શરીર ઈજાના નિશાન હોવાની પ્રાથમિક વિગત
ત્યારે યુવતીનું મોત ક્યાં થયુ અને વિંઝોલ સ્મશાનમાં કેમ લઆને આવ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીના પરિવારજનોની પણ શોધખોળ કરવામાં આવશે. યુવકોની યુવતી સાથે શું સંબંધ હતા? યુવતી ક્યાંની રહેવાસી છે? તેઓ ક્યાં જઈ રહ્યા હતા? યુવતીના મોત વિશે તેમના પરિવારજનોને જાણ કેમ નથી કરાઈ એ તમામ દિશામાં હાલ પોલીસ યુવકોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારબાદ જ ખરી હકીકત શું છે તે સામે આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો