Freddy : ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે કાર્તિક આર્યનની ફિલ્મનું શૂટિંગ, અભિનેતાએ કહ્યું- ગુડબાય મુશ્કિલ

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ તેમની આગામી ફિલ્મ ફ્રેડીના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમણે હવે ચાહકોને તેમની ફિલ્મ વિશે અપડેટ આપ્યું છે.

Freddy : ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે કાર્તિક આર્યનની ફિલ્મનું શૂટિંગ, અભિનેતાએ કહ્યું- ગુડબાય મુશ્કિલ
Kartik Aaryan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 8:18 PM

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફ વિશેની વાતો પોતાના ચાહકો સાથે શેર કરતા રહે છે. આ દિવસોમાં તેઓ તેમની આગામી ફિલ્મ ફ્રેડી (Freddy) ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકો માટે પોસ્ટ્સ શેર કરવા માટે સમય કાઢે છે. કાર્તિકે આજે ફરી એક પોસ્ટ શેર કરી છે અને તેમની ફિલ્મ સાથે સંબંધિત અપડેટ આપ્યું છે.

કાર્તિકે પોતાની એક તસ્વીર શેર કરી છે જેની સાથે એક લાગણીસભર નોંધ લખવામાં આવી છે. કાર્તિકે પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી છે જેમાં તેમના ખભા પર એક કાર્ડ લટકેલું છે જેના પર ફ્રેડી લખેલું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટૂંક સમયમાં શૂટિંગ થશે સમાપ્ત

કાર્તિકે તેમના આ ફોટા સાથે ચાહકોને સંકેત આપ્યો છે કે તે જલ્દી જ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા જઈ રહ્યા છે.

અહીં જુઓ કાર્તિક આર્યનની પોસ્ટ

કાર્તિકની આ પોસ્ટ તેમના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. તેમનાથી હવે ફ્રેડીને જોવાની રાહ જોઈ શકાતી નથી. આ પોસ્ટ પર તેમના લાખો ચાહકોએ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – એક્સાઈટેડ. જ્યારે બીજાએ લખ્યું – તમે આટલા ક્યૂટ કેમ છો. એક યુઝરે લખ્યું – ફિલ્મની રાહ નથી જોઈ શકતો.

ફિલ્મમાં કાર્તિક સાથે અલાયા એફ મુખ્ય ભૂમિકામાં જોવા જઈ રહ્યા છીએ. આ રોમેન્ટિક ફિલ્મનું શૂટિંગ 1 ઓગસ્ટથી શરૂ થયું હતું. એકતા કપૂર આ ફિલ્મનું નિર્માણ કરી રહી છે. કાર્તિકે હાલમાં જ ફિલ્મના ક્લાઇમેક્સ સીનનું શૂટિંગ કર્યું હતું. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક પાસે હાલમાં પ્રોજેક્ટ્સની લાઇન છે. ચાહકો તેમની ફિલ્મ ધમાકાની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, હવે બધા ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ધમાકા ઉપરાંત કાર્તિક પાસે ભૂલ ભુલૈયા 2, શહજાદા અને કેપ્ટન ઇન્ડિયા જેવી ઘણી ફિલ્મો છે.

આ પણ વાંચો:- Fraud Case : છેતરપિંડીના કેસમાં દિલીપ છાબરિયાના પુત્રની પણ ધરપકડ, કપિલ શર્માએ નોંધાવી હતી FIR

આ પણ વાંચો:- ‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">