Kangana Ranautની ‘ધાકડ’ ફિલ્મનાં એક સીન પાછળ આટલો અધધ ખર્ચ, વાંચીને તમે પણ રહી જશો દંગ

અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ ધાકડના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગના પણ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 06, 2021 | 3:01 PM

અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ ધાકડના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગના પણ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહી છે. આ સાથે આ ફિલ્મમાં પણ ઘણાં પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે અને કંગનાએ તેના ચાહકોને આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં ચાલી રહ્યું છે. કંગના રનૌત (Kangana Ranaut) એ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે 25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ તેની ફિલ્મ માટે એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

કંગનાએ એક એક્શન સીનનો વીડિયો શેર કર્યો હતો અને ટ્વિટર પર લખ્યું હતું કે રિહર્સલને આટલો સમય અને મહત્વ આપનારા કોઈ ડાયરેક્ટર મેં જોયા નથી. અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે, પરંતુ તેની તૈયારી જોઈને મને આશ્ચર્ય થયું છે. મને ઘણું શીખવા મળે છે. આ એક એક્શન સિક્વન્સ પર 25 કરોડથી વધુ નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રજનીશ રજી ઘાઇ નિર્દેશિત આ ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના અને અર્જુન રામપાલ સિવાય દિવ્યા દત્તા પણ મહત્વની ભૂમિકામાં રહેશે. આ ફિલ્મ ઉપરાંત કંગનાએ પોતાની નવી ફિલ્મોની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામમણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્દા છે. આ સાથે કંગનાની બે ફિલ્મ્સ રિલીઝ થવા માટે લગભગ તૈયાર છે. આમાં ‘તેજસ’ અને ‘થલાઈવી’ શામેલ છે.

કામથી અલગ વાત કરીએ તો કંગના સતત તેની સ્ટાઇલને લઇને સમાચારોમાં રહે છે. ખેડુતોનું આંદોલન શરૂ થયું ત્યારથી જ કંગના રનૌત સરકારની તરફેણમાં ખેડૂત આંદોલન પર તંજ કટાક્ષ કરી રહી છે. કંગનાએ પોપ સિંગર રિહાનાનાં ટ્વીટ પર ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા હતા. આ પછી, અનેક સેલિબ્રિટીઝએ ટ્વિટર પર કંગનાને આડે હાથ લઈ લીધી છે. કંગના આ દિવસોમાં તેની ફિલ્મો કરતા સોશ્યલ મીડિયા પર તેના કોમેન્ટનાં લીધે વધુ સમાચારોમાં છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">