AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડ અભિનેત્રી Shilpa Shettyના ઘરે થઈ ચોરી ! પોલીસે 2 લોકોની કરી ધરપકડ

સમુદ્ર કિનારે આવેલા શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)  ઘરની આસપાસ 24 કલાક સુરક્ષા તૈનાત હોય છે. તેમ છતા આજે બિપરજોયના સંકટ વચ્ચે શિલ્પા શેટ્ટીના ઘરે ચોરી થઈ છે. મળતી માહિતી અનુસાર શિલ્પા શેટ્ટીના ઘરે લાખોની ચોરી થઈ છે. 

બોલિવૂડ અભિનેત્રી Shilpa Shettyના ઘરે થઈ ચોરી ! પોલીસે 2 લોકોની કરી ધરપકડ
Theft in Shilpa Shetty house
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 8:37 PM
Share

Mumbai : બિપરજોય વાવાઝોડાના તાંડવ વચ્ચે શિલ્પા શેટ્ટીના ઘરે ખરા અર્થમાં આફત આવી છે. શિલ્પા શેટ્ટી મુંબઈના જુહુના સૌથી પોશ વિસ્તારમાં રહે છે, સમુદ્ર કિનારે આવેલા શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)  ઘરની આસપાસ 24 કલાક સુરક્ષા તૈનાત હોય છે. તેમ છતા આજે બિપરજોયના સંકટ વચ્ચે શિલ્પા શેટ્ટીના ઘરે ચોરી થઈ છે. મળતી માહિતી અનુસાર શિલ્પા શેટ્ટીના ઘરે લાખોની ચોરી થઈ છે.

2 ચોર દરિયામાંથી 25 ફૂટની બાઉન્ડ્રી વોલને પાર કરીને શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાંથી લાખોની ચોરી કરીને ફરાર પણ થઈ ગયા.જુહુ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 6 જૂને શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે જુહુ પોલીસે શિલ્પા શેટ્ટીના ઘરમાં ચોરી કરનારા બે ચોરોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Manoj Bajpayee ગયા વર્ષે મળ્યા હતા લાલુ યાદવને, હવે રાજકારણમાં આવવા અંગે આપ્યું આ મોટું નિવેદન

ચોરીના આરોપમાં આ લોકોની થઈ ધરપકડ

  • અજય ઉર્ફે રમેશ ઉર્ફે અજય ચિત્તા, ઉમર 22 વર્ષ, આ આરોપી વિરુદ્ધ મુંબઈના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 4 ચોરીના કેસ નોંધાયેલા છે.
  • અર્જુન સુરેશ બાબુ દેવેન્દ્ર, ઉંમર 26 વર્ષ, આ આરોપી વિરુદ્ધ મુંબઈના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 16 ચોરીના કેસ નોંધાયેલા છે.

શિલ્પા શેટ્ટીના ઘરમાંથી ચોરી કર્યા બાદ બંને મુંબઈની બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જુહુ પોલીસે બંને ભાગી જાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી. આ બંનેની પોલીસે નેહરૂનગર વિલે પાર્લે વેસ્ટ, મુંબઈથી ધરપકડ કરી છે.

ચોરી અંગે પોલીસનું નિવેદન

જુહુ પોલીસે જણાવ્યું કે આ લોકોએ શિલ્પા શેટ્ટીના ઘરેથી શું ચોરી કરી અને કેટલી ચોરી કરી, તે હજુ જાણી શકાયું નથી, શિલ્પા શેટ્ટી હાલ લંડનમાં છે, તે મુંબઈ આવશે પછી જ ખબર પડશે.કેટલી ચોરીઓ થઈ છે. તેના ઘરમાંથી અને શું બધું ચોરાઈ ગયું છે. શિલ્પા શેટ્ટીના ઘરે આ મોટી ચોરીની ઘટનાને ઉકેલનાર જુહુ પોલીસના ડિટેક્શન ઓફિસર અને API વિજય ધોત્રેએ જણાવ્યું કે આરોપીઓની આજે જ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Woh Toh Hai Albelaa : શાહીર શેખે BTSની તસવીરો કરી શેર, શોનું શૂટિંગ પુરૂ થવા પર કહ્યું – તે એક ખુશનુમા સેટ હતો

એપીઆઈ વિજય ધોત્રેએ જણાવ્યું કે, શિલ્પા શેટ્ટીના ઘરમાં રાત્રે લગભગ 3.25 વાગ્યે, આ ચોરો મોં પર રૂમાલ બાંધીને શિલ્પા શેટ્ટીના ઘરમાં પ્રવેશ્યા અને તેમના માસ્ટર બેડરૂમ હોલ, ડાઈનિંગ ટેબલ, કપડા, બેડરૂમની અંદરનું ફર્નિચર, કપડા ચોરી ગયા. આ બધાના દરવાજા ખોલીને આ ચોર બારીમાંથી શિલ્પા શેટ્ટીના બેડરૂમમાં પ્રવેશ્યા હતા.જુહુ પોલીસના ડિટેક્શન ઓફિસર API વિજય ધોત્રે, અમિત મહાંગડે, નીતિન માંડેકર, સુહાસ ભોસલે, પ્રકાશ તાસગાંવકર, પો. શી. બાંકરે તેના ઉપરી અધિકારીઓના આદેશ પર ધરપકડ કરી છે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી આ સમયે લંડનમાં હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">