AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woh Toh Hai Albelaa : શાહીર શેખે BTSની તસવીરો કરી શેર, શોનું શૂટિંગ પુરૂ થવા પર કહ્યું – તે એક ખુશનુમા સેટ હતો

Woh Toh Hai Albelaa : ટીવી શો 'વો તો હૈ અલબેલા'ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આ શો હવે પૂરો થઈ ગયો છે. શો પૂરો થયા બાદ અભિનેતા શાહિર શેખે એક પોસ્ટ શેર કરી છે.

Woh Toh Hai Albelaa : શાહીર શેખે BTSની તસવીરો કરી શેર, શોનું શૂટિંગ પુરૂ થવા પર કહ્યું – તે એક ખુશનુમા સેટ હતો
Shaheer Sheikh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 12:11 PM
Share

Woh Toh Hai Albelaa : ટીવી શો ‘વો તો હૈ અલબેલા’માં શાહીર શેખ અને હિબા નવાબની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. બંનેને સાથે રોમાન્સ કરતા જોવું તેમના ફેન્સને ખૂબ જ ગમતું. શાહીર શેખે આ શો દ્વારા પાછો ફર્યો હતો. 14 માર્ચ 2022 ના રોજ પ્રસારિત થયેલો આ શો સ્ટાર ભારત પર 14 જૂન, 2023 સુધી બતાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Pavitra Rishta 2 : માનવના પાત્રને લઈ શાહિર શેખ ટ્રોલ થયો, અભિનેતાએ આપ્યો જવાબ

હવે આ શો ઓફ એર થઈ ગયો છે. આ સીરિયલનું નિર્દેશન કુટ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે રાજન શાહી શોના નિર્માતા હતા. આ શોને ટીઆરપી મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે જ સમયે શોની વાર્તા પણ લોકોનું વધુ મનોરંજન કરી રહી ન હતી. આવી સ્થિતિમાં મેકર્સે શો ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. હવે શાહીર શેખે શોના સેટ પરના છેલ્લા દિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કેટલીક BTS તસવીરો કરી શેર

શાહિર શેખે ‘વો તો હૈ અલબેલા’ના કલાકારો અને ક્રૂ સાથે કેટલીક BTS તસવીરો શેર કરી છે. તેના ઇન્સ્ટા પર આ તસવીરો પોસ્ટ કરતા હતા. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, “અને તે એક અદ્ભુત સફરનો અંત છે! મને સૌથી આકર્ષક ક્રૂ અને કો-સ્ટાર્સ સાથે શૂટ કરવાનો મોકો મળ્યો. આ મને અત્યાર સુધીના શ્રેષ્ઠ અનુભવોમાંનો એક છે! મારી પાસે દરેક સાથે ફોટો ન હોઈ શકે, પરંતુ તે એટલા માટે છે કારણ કે અમે ઘણી બધી યાદો બનાવવામાં વ્યસ્ત હતા!”

શો થયો ઓફ ઓર

તસવીરોમાં શાહિર તેની મુખ્ય કો-સ્ટાર હિબા નવાબ સાથે પણ જોઈ શકાય છે. સાથે જ તેની સાથે કામ કરી ચૂકેલા ઘણા સ્ટાર્સ પણ તેની તસવીરોમાં જોવા મળે છે. તસવીરોમાં સ્ટાર્સ પણ મસ્તી કરતા જોવા મળે છે. આ તમામ તસવીરો શોના સેટ દરમિયાન ક્લિક કરવામાં આવી છે. જો કે હવે આ શો પછી ચાહકો શાહીર શેખ અને હિબા નવાબને મિસ કરવા જઈ રહ્યા છે. ચાહકો હવે તેના નવા શોની આતુરતાથી રાહ જોશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">