Covid 19 : BTS સદસ્ય જિમીન થયો કોરોના સંક્રમિત, બિગ હિટ મ્યુઝિકે આપી માહિતી
BTS સદસ્ય જિમીન કોરોના પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, તેણે તાજેતરમાં એપેન્ડિસાઈટિસની સર્જરી કરાવી હતી.
Corona : દક્ષિણ કોરિયાના પોપ એટલે કે BTS (Big Hit music) બેન્ડની દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેના ચાહકો માત્ર દક્ષિણ કોરિયામાં જ નહીં પરંતુ ભારતમાં પણ છે. ચાહકો BTS સદસ્યો સાથે સંબંધિત અપડેટ્સ જાણવા માટે હંમેશા આતુર રહે છે. તાજેતરમાં જ BTS સદસ્ય જિમીને (Jimin) એપેન્ડિસાઈટિસની સર્જરી કરાવી હતી. ત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે તે કોરોના સંક્રમિત થયો છે.બિગ હિટ મ્યુઝિક એજન્સીએ આ અંગે માહિતી આપી હતી.
જિમિને તેના નિવેદનમા જણાવ્યુ કે તેને ગળામાં હળવો દુખાવો છે અને તે આઈસોલેટ થયા છે. જ્યારે બિગ હિટ મ્યુઝિક એજન્સીએ એક અધિકૃત નિવેદન જાહેર કરીને જિમીનનાસ્વાસ્થ્ય અપડેટ વિશે જણાવ્યુ હતુ.
બિગ હિટ મ્યુઝિક એજન્સીએ આ અંગે માહિતી આપી
30 જાન્યુઆરીએ જિમીને તેના ગળામાં અને પેટમાં હળવો દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.વધુમાં તેમણે કહ્યુ, “મેડિકલ સ્ટાફના જણાવ્યા અનુસાર, જિમિનની સર્જરી સફળ રહી હતી અને કોવિડ-19માંથી પણ જલ્દી સ્વસ્થ થઈ જશે. સાથે જ તેણે જણાવ્યુ કે છેલ્લા કેટલાક દિવસોમાં તે અન્ય સભ્યોના સંપર્કમાં આવ્યો નથી.
કંપનીએ વધુમાં કહ્યું કે અમારા માટે કલાકારનું સ્વાસ્થ્ય સૌથી પહેલા છે અને અમે જિમીનના ઝડપી સ્વસ્થ થવા માટે અમે બધું જ કરીશું.ઉલ્લેખનીય છે કે, અગાઉ BTS સભ્યો આરએમ, જિન અને સુગા કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યુ હતું. BTS સભ્યો RM, Suga, J Hop, Jimin, V, Jangkook અને અન્ય સભ્યોએ ગયા વર્ષે નવેમ્બરમાં સ્ટેજ LA શોમાં પરમિશન ટુ ડાન્સમાં ચાર દિવસીય લાઇવ કોન્સર્ટમાં હાજરી આપી હતી.
બેન્ડના સભ્યોએ છેલ્લા બે વર્ષથી રજા લીધી ન હતી
આ પછી બિગ હિટ મ્યુઝિકે સદસ્યોના બ્રેક પર જવાની માહિતી આપી હતી. બેન્ડના સભ્યોએ છેલ્લા બે વર્ષથી રજા લીધી ન હતી. આ સાથે તેમના આગામી પ્રોજેક્ટ વિશે પણ નિવેદનમાં માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, BTS ના સદસ્યઓએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું હતું.
આ પણ વાંચો : Miss USA 2019 : ચેલ્સિયા ક્રિસ્ટે 60 માળની ઈમારત પરથી કૂદીને કરી આત્મહત્યા, મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ શોક વ્યક્ત કર્યો