AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office પર ‘Welcome To The Jungle’ નો દબદબો, બીજા જ દિવસે આ 8 મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'Welcome To The Jungle' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ કોમેડી ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે, જેના કારણે ફિલ્મે માત્ર બે જ દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી લીધું છે.

Box Office પર 'Welcome To The Jungle' નો દબદબો, બીજા જ દિવસે આ 8 મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા
| Updated on: Jun 28, 2026 | 8:43 PM
Share

અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘Welcome To The Jungle’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જણાવી દઈએ કે, શનિવારે એટલે કે 27 જૂનના રોજ ફિલ્મની ઓક્યુપન્સી 33% નોંધાઈ હતી. આ સાથે જ ફિલ્મે વર્લ્ડવાઈડ પણ રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે.

‘Welcome To The Jungle’ નું વર્લ્ડવાઈડ કલેક્શન

‘Welcome To The Jungle’ એ બીજા દિવસે વર્લ્ડવાઈડ છપ્પરફાડ કમાણી કરી છે. ઓફિશિયલ આંકડાઓ અનુસાર, ફિલ્મે દુનિયાભરના બોક્સ ઓફિસ પર 59.40 કરોડનું કલેક્શન કર્યું છે. આ ઉપરાંત ફિલ્મના ઓવરસીઝ (વિદેશી) બિઝનેસની વાત કરવામાં આવે તો, મૂવીએ જ્યાં પહેલા દિવસે 4.70 કરોડ રૂપિયા કમાયા હતા, ત્યાં જ બીજા દિવસે શનિવારે 7 કરોડનું કલેક્શન કર્યું છે.

‘Welcome To The Jungle’ નું ‘Day 2 ઇન્ડિયા નેટ કલેક્શન’

હવે જો ફિલ્મ ‘Welcome To The Jungle’ ના ઇન્ડિયા નેટ કલેક્શન વિશે વાત કરીએ તો, ઓફિશિયલ આંકડાઓ અનુસાર ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 19.40 કરોડ અને બીજા દિવસે શનિવારે 21.02 કરોડનું કલેક્શન કર્યું હતું, જે બાદ તેનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન 40.42 કરોડ થઈ ગયું છે.

‘Welcome To The Jungle’ એ બીજા દિવસે 8 ફિલ્મને પછાડી (નેટ કલેક્શન)

ફિલ્મ ‘Welcome To The Jungle’ એ બીજા દિવસે નેટ કલેક્શનની બાબતમાં બોક્સ ઓફિસ પર અંદાજે 8 ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. આમાં વર્ષ 2026 ની ‘રાજા શિવાજી’ (હિન્દીમાં 3.40 કરોડ), ‘ઓ રોમિયો’ (12.65 કરોડ), ‘ચાંદ મેરા દિલ’ (3.75 કરોડ), ‘પતિ પત્ની ઔર વો દો’ (12.33 કરોડ), ‘પેદ્દી’ (2.25 કરોડ), ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ (7.75 કરોડ), ‘મૈં વાપસ આઉંગા’ (1.85 કરોડ) અને ‘કોકટેલ 2’ (16.25 કરોડ) જેવી ફિલ્મોને પછાડી દીધી છે.

‘Welcome To The Jungle’ વિશે

જો ફિલ્મ ‘Welcome To The Jungle’ વિશે વાત કરવામાં આવે તો, આ બોલિવૂડની હિટ ફ્રેન્ચાઈઝી ‘Welcome’ નો ત્રીજો ભાગ છે. તેનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે, જેમાં અક્ષય કુમારની સાથે જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પાટની, સુનિલ શેટ્ટી અને રવીના ટંડન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આમાં એક 2000 કરોડની ફેક (નકલી) ફિલ્મ બનાવવાની વાર્તા જોવા મળે છે, જેમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે.

Breaking News : ‘લાપતા લેડીઝ’ ના અભિનેતા સતેન્દ્ર સોનીએ રડતા રડતા એક વીડિયો બનાવ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી , જુઓ Video

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">