અક્ષય કુમારની Welcome 3 માટે પેટ પકડીને હસવા થઈ જાવ તૈયાર, ફિલ્મ આ દિવસે રિલીઝ થશે
અક્ષય કુમારની ફિલ્મ વેલકમ (Welcome) અને વેલકમ બેકએ લોકોને ખૂબ હસાવ્યા હતા. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવી રહ્યો છે, જેમાં સંજય દત્ત અને અરશદ વારસી પણ જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.

ફિરોઝ નડિયાદવાલાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ વેલકમ (Welcome) લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર, નાના પાટેકર, અનિલ કપૂર, પરેશ રાવલ અને બીજા ઘણા મોટા સ્ટાર્સ હતા. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી, ત્યારપછી વર્ષ 2015માં મેકર્સ તેનો બીજો ભાગ એટલે કે વેલકમ બેક લઈને આવ્યા. સાથે જ વેલકમ 3 પણ આવવાની છે.
આ પણ વાંચો : Surbhi Jyoti Photos: સુરભી જ્યોતિની સ્ટાઈલ જોઈને ફેન્સે કર્યા વખાણ, તસવીરો થઈ વાયરલ
વેલકમ 3 વિશે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા શરૂ થઈ છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂર નહીં, પરંતુ સંજય દત્ત અને અરશદ વારસી જોવા મળશે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. લોકોને આ ફિલ્મ જોવા માટે એક વર્ષથી વધુ રાહ જોવી પડશે. મેકર્સ ક્રિસમસ 2024ના અવસર પર વેલકમ 3 રિલીઝ કરશે. વેલકમ 3 વેલકમ ટુ ધ જંગલના ટાઈટલ સાથે રિલીઝ થશે.
અરશદ વારસીએ કન્ફોર્મ કર્યું
વેલકમ 3ને લઈને થોડા સમય પહેલા અરશદ વારસીની પ્રતિક્રિયા સામે આવી હતી. તેણે કહ્યું કે વેલકમ 3 પર કામ ચાલી રહ્યું છે અને તે આ ફિલ્મનો એક ભાગ છે. તેની સાથે અક્ષય કુમાર અને સંજય દત્ત પણ આ ફિલ્મનો ભાગ છે. તેમજ રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અગાઉ બંને ભાગોનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે અહેમદ ખાન વેલકમ ટુ ધ જંગલના નિર્દેશનની કમાન સંભાળી શકે છે.
ફિલ્મના પહેલા ભાગમાં કેટરિના કૈફ અને બીજા ભાગમાં શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં હતી. હવે જોવાનું એ રહેશે કે આ વખતે લીડ એક્ટ્રેસના રોલમાં કોણ જોવા મળે છે. નામ હજુ જાહેર થયું નથી. જો કે, વેલકમ ટુ ધ જંગલ પહેલા, અક્ષય કુમાર અને સંજય દત્ત હેરા ફેરી 3માં પણ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.