સની દેઓલે દારૂ પીધો, મુંબઈના માર્ગો પર નશામાં ફર્યો ? ફેન્સ થયા ચિંતિત, જુઓ વીડિયો
એક્ટર સની દેઓલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં તે નશાની હાલતમાં મુંબઈની સડકો પર ફરતો જોવા મળે છે. તેની હાલત જોઈને ફેન્સે ચિંતા વ્યક્ત કરી છે. નેટીઝન્સ વિચારી રહ્યા છે કે સની દેઓલ આવી હાલતમાં રસ્તા પર કેમ ચાલી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર કોઈ ફોટો કે વીડિયો વાઈરલ થવામાં વધારે સમય નથી લાગતો. ફોટો કે વીડિયો કોઈ પ્રખ્યાત વ્યક્તિ કે સેલિબ્રિટીનો હોય તો પણ તે પવનની ઝડપે ફેલાઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક્ટર સની દેઓલનો છે.
આ વીડિયોમાં સની દેઓલની હાલત જોઈને ચાહકો પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે તે મુંબઈના જુહુ સર્કલ વિસ્તારમાં નશાની હાલતમાં જોવા મળે છે. તે રસ્તાની વચ્ચે લથડીયા ખાઈ રહ્યો છે અને અચાનક એક રિક્ષાવાળો તેની મદદ કરવા આવે છે. રિક્ષાચાલક સનીને તેની રિક્ષામાં બેસાડે છે અને ત્યાંથી લઈ જાય છે.
લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ
સની દેઓલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એકે પૂછ્યું, ‘સન્ની પાજી નશામાં કેમ ફરે છે?’ બીજાએ કહ્યું, ‘કદાચ આ કોઈ ડીપફેક વીડિયો છે.’ નેટીઝન્સે પણ વ્યંગાત્મક કોમેન્ટ્સ કરી હતી કે, ‘બોબીની સફળતાને આંચકો લાગશે.’
વીડિયો જુઓ….
Haters are spreading fake news regarding this video that Sunny paji spotted drinker at juhu .@iamsunnydeol is shooting #Safar directed by shashank udrapurkar ❤️❤️❤️.#SunnyDeol #Film #New pic.twitter.com/RtPDKJH8p4
— #Gadar2 #SunnyDeol #BobbyDeol #Dharam#Animal (@LegendDeols) December 6, 2023
(Credit Source : @LegendDeols)
શું છે વાયરલ વીડિયો પાછળનું સત્ય?
ઘણા લોકો વિચારી રહ્યા છે કે સની દેઓલના આ વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય શું છે. સની તેની આગામી ફિલ્મ ‘સફર’નું શૂટિંગ ઘણા શહેરોમાં કરી રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો તેના શૂટિંગનો છે. સનીએ તેના છેલ્લા ઇન્ટરવ્યુમાં પણ સ્પષ્ટ કર્યું છે કે તે દારૂ પીતો નથી.
સનીએ દારૂ વિશે કહી આ વાત
‘મેશેબલ ઈન્ડિયા’ને આપેલા આ ઈન્ટરવ્યુમાં સનીએ કહ્યું હતું કે, “એવું નથી કે મેં દારૂ પીધો નથી. જ્યારે હું ઇંગ્લેન્ડમાં હતો ત્યારે મેં સમાજનો ભાગ બનવા માટે પીધો હતો. પહેલી વાત તો એ એટલી કડવી છે કે તેની એટલી ખરાબ ગંધ છે કે તેને પીધા પછી માથાનો દુખાવો પણ થાય છે, પણ મને એ સમજાતું નથી કે લોકોને તે આટલું કેમ ગમે છે. તેથી જ મને ક્યારેય દારૂ ગમ્યો નથી.”
સની દેઓેલે આ વીડિયો વિશે કર્યું ટ્વીટ
Afwaahon ka ‘Safar’ bas yahin tak #Shooting #BTS pic.twitter.com/MS6kSUAKzL
— Sunny Deol (@iamsunnydeol) December 6, 2023
(Credit Source : @iamsunnydeol)