નેટ બ્લાઉઝ - તમે બ્લેક સાડી સાથે નેટ બ્લાઉઝને પણ સ્ટાઇલ કરી શકો છો. આ ઇવનિંગ પાર્ટી, કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ લુક આપશે. તમે આવા બ્લાઉઝના નેક એરિયાને રાઉન્ડ અથવા V એટલે કે વી શેપમાં ડિઝાઇન કરી શકો છો. તમે સ્લીવને ફૂલ અથવા તો હાલ્ફ કટમાં પણ રાખી શકો છો. ટૂંકમાં,આ દરેક રીતે, આ બ્લાઉઝ તમને ખૂબ જ સરસ લાગશે.
કોટી સાથે બ્લાઉઝ - બ્લાઉઝ સાથે કોટી પહેરવાનું આજકાલ ફરીથી ટ્રેન્ડમાં આવ્યું છે. તમે બ્લાઉઝ સાથે કોટ અથવા તો કોટી, ઓવરઓ જેકેટ પણ પહેરી શકો છો. આ તમારા સાડીના લુકને એક અલગ અને નવો લુક આપશે. જો તમે ઈચ્છો તો, માધુરી દીક્ષિતના આ યુનિક લુકમાંથી પ્રેરણા લઈ શકો છો.
ડિઝાઇનર નેક બ્લાઉઝ - તમે બ્લેક સાડી સાથે ડિઝાઇનર નેક બ્લાઉઝ પહેરી શકો છો. બ્લેક સાડી સાથે ડિઝાઈનર નેક સ્ટાઈલનું બ્લાઉઝ ખૂબ સરસ લાગશે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાના આ લુકમાંથી તમે પણ પ્રેરણા લઈ શકો છો.
સ્લીવલેસ બ્લાઉઝ - ઉનાળાની ઋતુમાં તમે બ્લેક સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કરી શકો છો. આ તમને સ્ટાઇલિશ લુક આપશે. આમાં તમને ગરમી પણ ઓછી લાગશે. આ કૂલ લુકને કમ્પ્લીટ કરવા માટે તમે સિલ્વર કલરની બંગડીઓ પણ પહેરી શકો છો.
બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ - શ્રદ્ધા કપૂરનો આ 'આઇકોનિક લૂક' આજે દરેક બ્રાઈડસમેઇડ માટે ઇન્સ્પિરેશન બની ચુક્યો છે. બ્લેક કલરની જરી ભરતથી ભરેલા આ લહેંગામાં તમે બ્રાલેટ સ્ટાઇલનું બ્લાઉઝ પણ કેરી કરી શકો છો. જે તમને આલીશાન લૂક આપશે.