Film Liger Trailer: આજે રિલીઝ થવા જઈ રહ્યું છે વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર, અહીં જોઈ શકો છો લાઈવ ઈવેન્ટ

|

Jul 21, 2022 | 9:55 AM

વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સામે અનન્યા પાંડે (Ananya Pandey) જોવા મળશે. બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

Film Liger Trailer: આજે રિલીઝ થવા જઈ રહ્યું છે વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઈગરનું ટ્રેલર, અહીં જોઈ શકો છો લાઈવ ઈવેન્ટ
Film Liger Trailer released today

Follow us on

સાઉથના સ્ટાર એક્ટર વિજય દેવરાકોંડાની (Vijay Deverakonda) ફિલ્મ ‘લાઈગર’ (Liger) ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘અકડી પકડી’ રિલીઝ થયું હતું, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી હતી, પરંતુ હવે ધીમે-ધીમે ફિલ્મ તેના આગલા સ્ટેપ તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થવા જઈ રહ્યું છે. નિર્માતાઓથી લઈને અભિનેતા વિજય દેવરાકોંડા અને ચાહકો પણ ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ એવા અહેવાલો છે કે ટ્રેલરનો ઉત્સાહ બમણો કરવા માટે, સુપરસ્ટાર પ્રભાસ અને રણવીર સિંહ પણ આ ઇવેન્ટમાં હાજરી આપવાના છે.

આજે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ‘લાઈગર’ ફિલ્મના શૂટિંગના શરૂઆતના દિવસોથી જ ચર્ચા છે. આ ફિલ્મમાંથી અત્યાર સુધી વિજય દેવરાકોંડાના ઘણા લુક્સ સામે આવ્યા છે, પરંતુ હવે જ્યારે ટ્રેલર રિલીઝ થવાનું છે, ત્યારે ફિલ્મ નિર્માતાઓએ તેના માટે ખૂબ જ ખાસ પ્લાન બનાવ્યો છે. આ ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાજરી આપવા જઈ રહ્યો છે. લાઈગરનું ટ્રેલર જોરદાર રીતે લોન્ચ થવાનું છે. એક ઈવેન્ટનું આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે, જ્યારે બીજી ઈવેન્ટ માયાનગરી મુંબઈમાં યોજાશે.

Ligerના ટ્રેલર લોન્ચની લાઈવ ઈવેન્ટ અહીં જુઓ….

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રણવીર સિંહ અને પ્રભાસ આ ઈવેન્ટના ખાસ મહેમાન હશે

ટ્રેલર લોન્ચમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને પ્રભાસ મુખ્ય મહેમાન બનવાના છે. આ માટે ફિલ્મના મેકર્સ પણ જોરદાર તૈયારીઓમાં વ્યસ્ત છે. આ તૈયારીઓમાં એ વાતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે તે સાઉથ સિનેમા તેમજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દર્શકો માટે ખાસ હોય. આ જ કારણ છે કે ફિલ્મના ટ્રેલર લોન્ચ સમયે રણવીર સિંહ અને કરણ જોહર હાજર રહેશે. મુંબઈમાં યોજાનારી લોન્ચિંગ ઈવેન્ટમાં રણવીર પોતાની હાજરીનો અહેસાસ કરાવશે. તે જ સમયે, પ્રભાસ હૈદરાબાદમાં યોજાનારી ઇવેન્ટમાં જોવા મળશે.

બે શહેરોમાં લોન્ચ થશે ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર બે શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. પ્રથમ હૈદરાબાદ અને બીજું મુંબઈમાં. હૈદરાબાદમાં સાઉથના સ્ટાર્સ હાજર રહેશે, તેથી મુંબઈના કાર્યક્રમમાં રણવીર સિંહ સિવાય અન્ય કલાકારો પણ હાજર રહે તેવી શક્યતા છે. મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મના નિર્માતા કરણ જોહર અને ફિલ્મના નિર્દેશક પુરી જગન્નાથ પણ હાજર રહેશે.

25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વિજય દેવરાકોંડા પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સામે અનન્યા પાંડે જોવા મળશે. બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે, પરંતુ ફિલ્મનું ટીઝર, ગીતો અને ટ્રેલર જોઈને તમને એવું નહીં લાગે કે બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. તમને લાગશે કે આ બંનેએ પહેલા પણ ઘણી ફિલ્મો સાથે કરી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Next Article