AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનન્યા પાંડે નહીં પરંતુ આ એક્ટ્રેસને ઓફર થઈ હતી ‘લાઈગર’, આ કારણે હાથમાંથી જતી રહી ફિલ્મ

વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) સિવાય ફિલ્મમાં માઈક ટાયસન પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 21 જુલાઈએ મુંબઈ અને હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવશે.

અનન્યા પાંડે નહીં પરંતુ આ એક્ટ્રેસને ઓફર થઈ હતી 'લાઈગર', આ કારણે હાથમાંથી જતી રહી ફિલ્મ
Janhvi KapoorImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 4:26 PM
Share

સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) હવે જલ્દી બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. વિજય દેવરાકોંડા ફિલ્મ લાઈગર દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ કરશે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. દરરોજ ફિલ્મ વિશે કંઈકને કંઈક માહિતી બહાર આવતી રહે છે. આ સાથે જોડાયેલા એક નવા સમાચાર જણાવીએ કે ફિલ્મ ‘લાઈગર’માં અનન્યા પાંડેની જગ્યાએ જ્હાનવી કપૂર (Janhvi Kapoor) મળવાની હતી. પરંતુ આ ફિલ્મ પાછળથી જ્હાનવીના હાથમાંથી જતી રહી અને અનન્યાને મળી ગઈ.

જ્હાનવી કપૂરને ઓફર કરવામાં આવી હતી લાઈગર

ઓનલાઈન મીડિયાના અહેવાલો મુજબ પુરી જગન્નાથ દ્વારા નિર્દેશનમાં બનવા વાળી ફિલ્મ લાઈગર સૌથી પહેલા જ્હાનવી કપૂરને ઓફર કરવામાં આવી હતી. પરંતુ એવું કહેવાય છે કે એક્ટ્રેસ જાન્હવી કપૂરનું શેડ્યૂલ બિઝી હતું. ડેટ્સ ના હોવાને કારણે જ્હાનવી આ ફિલ્મનો ભાગ બની શકી નથી. જે પછી આ ફિલ્મ એક્ટ્રેસ અનન્યા પાંડેને મળી. મીડિયામાં આવી રહેલા સમાચારોમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો

ફિલ્મનું ગીત અકડી પકડી

વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગરનું ગીત અકડી પકડી રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીતની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ગીતનું પ્રીમિયર 11 જુલાઈની સાંજે કરવામાં આવ્યું હતું. અકડી પકડી ગીતને લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. ગીતમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ગીત ખૂબ જ કેચી લાગે છે.

આ બંને કલાકારો સિવાય માઈક ટાયસન પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 21 જુલાઈએ મુંબઈ અને હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવશે. ટ્રેલરને 5 ભાષાઓમાં રિલીઝ કરવાામાં આવશે. ટ્રેલર લોન્ચ દરમિયાન વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સહિત આખી લાઈગર ટીમ હાજર રહેશે.

ઓગસ્ટમાં રિલીઝ થશે આ ફિલ્મ

આ ફિલ્મથી માઈક ટાયસન પણ ઈંડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ફિલ્મમાં આ ત્રણ સિવાય વધુ કલાકારો જોવા મળશે જેમાં રોનિત રોય, રામ્યા કૃષ્ણન અને મકરંદ દેશપાંડે જેવા સ્ટાર્સ સામેલ છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એટલે કે 5 ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">