ફિલ્મના શૂટિંગ વખતે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અભિનેતાની કારે પલટી મારી, જુઓ વીડિયો
અજિત કુમારનો એક કાર અકસ્માતનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નવેમ્બર 2023નો છે. પરંતુ આટલા મહિના બાદ આ વીડિયો સામે આવતા ચાહકો પણ પરેશાન થઈ ગયા છે.
સાઉથ અભિનેતા અજિત કુમારનો એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.જેમાં જોવા મળી રહ્યું છે કે, અજિત કુમાર ફિલ્મના શૂટિંગ માટે સ્ટંટ કરી રહ્યો છે. તે દરમિયાન તેમની કારે પલટી મારી હતી. તમને જણાવી દઈએ કે, આ વીડિયો જુનો છે. ફિલ્મનું શૂટિંગ ગત્ત વર્ષ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, કઈ રીતે અભિનેતાએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવે છે અને તેની કાર રસ્તા પર પલટી મારી જાય છે.
View this post on Instagram
અભિનેતાએ સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કારે પલટી મારી
આ વીડિયો ગુરુવારના રોજ અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારથી આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેતા ડ્રાઈવ કરી રહ્યો છે અને સાથે એક વ્યક્તિ પણ છે. ગાડીની અંદર લાગેલા કેમેરામાં આ તમામ વસ્તુઓ કેદ થઈ છે. ત્યારે અભિનેતાએ સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા કારે પલટી મારી હતી. આ અકસ્માત ફિલ્મના શૂંટિગ દરમિયાન થયો છે. અન્ય વીડિયોમાં ગાડીને રેગિસ્તાનના વિસ્તારમાં દેખાડવામાં આવી છે. ગાડી ચાલી રહી છે અને અચાનક કાબુ ગુમાવે છે. ત્યાં હાજર રહેલા લોકો તરત ત્યાંથી દુર થઈ જાય છે.
અજીતના ચાહકો ગભરાઈ ગયા
વીડિયો જોયા બાદ અજીતના ચાહકો ગભરાય ગયા છે. પરંતુ તેના હિંમતના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, 52 વર્ષની ઉંમરમાં આટલું શાનદાર ડેડિકેશન. તમને જણાવી દઈએ કે, અજીતનો આ અકસ્માત વર્ષ 2023 નવેમ્બરમાં થયો છે. હાલમાં તે પોતાની ફિલ્મ વિદાયમુરચીનું શૂટિંગ કરી રહ્યો છે. જે ટુંક સમયમાં મોટા પડદાં પર રિલઈઝ થશે, અજિત સાઉથ સિવાય બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
આ પણ વાંચો : દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું સાસરિયું છે વિદેશમાં, ભાભી છે ગુજરાતી આવો છો ચોપરા પરિવાર
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો