Breaking News : સુપરસ્ટાર રણજીતના ઘરે લગ્નની શરણાઈ વાગી, દીકરી બની દુલ્હન, જાણો કોણ છે વિલનનો જમાઈ જુઓ Video
દિગ્ગજ અભિનેતા રંણજીતની દીકરી દિવ્યાંકા બેદીએ બોયફ્રેન્ડ અપૂર્વ માથુર સાથે લગ્ન કર્યા છે. તેમણે લાલ બનારસી સાડી સાથે પિંક ટોપ પહેર્યું છે.જાણો કોણ છે વિલનનો જમાઈ

બોલિવુડના ફેમસ વિલન રંણજીતના ઘરે હાલમાં ખુશીઓનો માહોલ છે. તેની દીકરી દિવ્યાંકા બેદીએ પોતાના બોયફ્રેન્ડ અપૂર્વ માથુર સાથે લગ્ન કર્યા છે. ખાસ વાત એ છે કે, દિવ્યાંકાના લગ્ન બોલિવુડની ભવ્ય અને પારંપારિક લગ્નથી બિલકુલ અલગ હતા. કોઈ ગ્રાન્ડ વેડિંગ રાખવામાં આવી ન હતી. દિવ્યાંકા અને અપૂર્વેએ આ ખાસ દિવસને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કર્યો હતો. તેના લગ્નના ફોટો અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના વેડિંગ લુકની ખુબ ચર્ચા થઈ રહી છે.
દુલ્હન બની રણજીતની દીકરી
દિવ્યાંકાના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પિતા રણજીતનો હાથ પકડી એન્ટ્રી કરતી જોવા મળી હતી. બીજી બાજુ પતિ અપૂર્વ તેની રાહ જોતો જોવા મળ્યો હતો. ત્યારબાદ બંને એકબીજાને ફુલનો હાર પહેરાવ્યો હતો. મહત્વની વાત એ હતી કે, બંનેએ પારંપરિક લગ્ન સમારોહ નહી પરંતુ રજિસ્ટર્ડ લગ્નનો વિકલ્પ પસંદ કર્યો હતો. દિવ્યાંકા અને અપૂર્વ બંને એકબીજાને લાંબા સમયથી ડેટિંગ કરતા હતા. આ ખાસ દિવસ પર તેનો પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
View this post on Instagram
દિવ્યાંકા બેદીનો બ્રાઇડલ લુક આ લગ્નની એક ખાસિયત હતી. બોલિવૂડના લગ્નોમાં સામાન્ય રીતે દુલ્હનો ભારે ભરતકામવાળા લહેંગા અને પરંપરાગત પોશાક પહેરે છે, ત્યારે દિવ્યાંકાએ એક અનોખો લુક પસંદ કર્યો. તેમણે સુંદર લાલ બનારસી સાડી અને ગુલાબી ટ્યુબ ટોપ પહેર્યું હતુ. ઓછા ઘરેણાં અને માંગ ટિક્કાથી પોતાનો લુક પૂર્ણ કર્યો.રણજીતના જમાઈ અપૂર્વ માથુરે લાલ શેરવાની પહેરી હતી. દિવ્યાંકાના પિતા, રણજીત, પણ તેમની શાહી પરંપરાગત સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.
રણજીત ‘હાઉસફુલ 5’ માં દેખાયો હતો
દિવ્યાંકાના પિતા રણજીતને હિન્દી સિનેમાના સૌથી ફેમસ વિલનમાના એક માનવામાં આવે છે. તેમણે અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ ભજવીને પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તેમની સ્ક્રીન હાજરી અને વિલનની સ્ટાઈલને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. તેઓ તાજેતરમાં જ ફિલ્મ ‘હાઉસફુલ 5’ માં દેખાયા હતા, ફલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખલનાયકની ભૂમિકા માટે પ્રખ્યાત, રણજીત હવે તેમની પુત્રીના લગ્નને કારણે ચર્ચામાં છે.
